તાજેતરમાં જ મુંબઈ નગર પાલિકા પર કોમેડિયન કપિલ શર્માએ એવુ કહીને ચર્ચામાં આવી ગયા હતા કે બીએમસીના એક અધિકારીએ તેમના ઓફિસ નિર્માણ માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ માટે તેમણે પ્રધાનમંત્રી પર કટાક્ષ પણ કર્યો હતો કે ક્યા છે અચ્છે દિન ? તેમણે મોદી પાસે જવાબ માંગ્યો હતો.
મોદીએ કપિલની વાતનો જવાબ ખૂબ જ પહેલા આપી દીધો હતો. કદાચ ત્યારે કપિલના મગજમાં આ સવાલ પણ આવ્યો નહી હોય. ખૂબ પહેલા મોદીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે કોઈ પંચાયત, નગર પંચાયત, જીલા પરિષદ, નગર પાલિકા, મહાનગર પાલિકા કે પછી કોઈ રાજ્ય માટે શુ પ્રધાનમંત્રી પાસે જવાબ માંગવો જોઈએ ? શુ તેના પીએમને જવાબદાર હોવુ જોઈએ ? તેમણે કહ્યુ કે આ વાત પોલિટિકલી ઠીક હોઈ શકે છે ટીઆરપી માટે પણ કદાચ યોગ્ય હશે. પ્રધાનમંત્રીને તકલીફ થાય એ વાત ખોટી નથી. લોકતંત્રમાં આવુ હોવુ પણ જોઈએ. મારા જેવા પ્રધાનમંત્રીને તો વધુ તકલીફ થવી જોઈએ. પણ આ પ્રકારની વાત યોગ્ય નથી.
તેમણે કહ્યુ કે આ પ્રકારને પ્રવૃત્તિથી ગવર્નેસને ખૂબ મોટુ નુકશાન થાય છે. જેનુ દુષ્પરિણામ એ હોય છે કે પંચાયત, નગર પંચાયત, નગર પાલિકા પોતાની જવાબદારી ફીલ જ નથી કરતા. પ્રધાનમંત્રીની આ વાતને જોડીને એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. જેને કપિલ શર્માના કટાક્ષ સાથે જોડીને જોવાય રહ્યો છે. જ્યારે કે હકીકતમાં આવુ ન હોવુ જોઈએ. કારણ કે આ જરૂરી નથી કે પ્રધાનમંત્રી દરેક નાની મોટી વાતોનુ સ્પષ્ટીકરણ આપે. આ વીડિયોનુ શીર્ષક છે પ્રધાનમંત્રીનો કપિલ શર્માને જવાબ. આ વીડિયો લગભગ 27 લાખ વાર જોવાય ચુક્યો છે.