Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RBI ટૂંક સમયમાં જ રજુ કરશે 100 રૂપિયાની નવી નોટ, નોટમાં છે ગુજરાતનું ગૌરવ

RBI ટૂંક સમયમાં જ રજુ કરશે 100 રૂપિયાની નવી નોટ, નોટમાં છે ગુજરાતનું ગૌરવ
, ગુરુવાર, 19 જુલાઈ 2018 (17:01 IST)
દેશનુ કેન્દ્રીય બેંક આરબીઆઈ ટૂંક સમયમાં જ 100 રૂપિયાની(new 100 rupee note) નવી  નોટ રજુ કરશે.  આ નોટ પર આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના સાઈન હશે. નોટની પાછળ રાની કી વાવ ની તસ્વીર છે. આ તસ્વીર દ્વારા ભારતના સાંસ્કૃતિક ધરોહરને શેયર કરવામાં આવી રહી છે. આ નોટનો રંગ લેવેંડર છે. નોટ પર અન્ય ડિઝાઈન, જિયોમૈટ્રિક પૈટર્નથી બનેલી છે. નોટની સાઈઝ 66 એમએમ ગુણા 142 એમએમ છે. 
 
ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ સ્પષ્ટ કરી દીધુ છે કે નવી નોટ રજુ થવાની સાથે જ જૂની નોટ પણ ચાલુ રહેશે. નવા નોટ બેંકમાં રજુ થવાની સાથે જ તેમને ધીમે ધીમે પ્રચલનમાં લાવવામાં આવશે. 
 
આરબીઆઈ મુજબ 100 રૂપિયાની નવી નોટની ખાસ વાતો આ રીતની છે. 
જ્યા પર 100 અંક લખ્યુ છે ત્યા આરપાર જોઈ શકાશે 
- દેવનાગરીમાં પણ 100 અંક લખેલુ છે. 
- મહાત્મા ગાંધીની તસ્વીર વચ્ચે લાગેલી છે. 
- નાના શબ્દ જેવા આરબીઆઈ, ભારત અને 100 લખવામાં આવેલ છે. 
- નોટને વાંકી કરતા તેના દોરાનો લીલો રંગ ભૂરો થઈ જાય છે.  આ દોરામાં ભારત અને RBI લખેલુ છે.   આરબીઆઈના ગવર્ટનનુ ગેરંટી આપનારુ કથન મહાત્મા ગાંધીની તસ્વીરના જમણી બાજુ લખેલુ છે.   નોટના જમણા ભાગમાં અશોક સ્તંભ છે. 
- જેવી તાજેતરમાં જ રજુ કરવામાં આવેલ નોટમાં નંબરોને નાનાથી મોટા કરવામાં આવ્યા છે. એ જ રીતે આ નોટમાં પણ કરવામાં આવ્યુ છે. 
webdunia
વિશેષ પ્રતિભાવાળા લોકો માટે ખાસ વ્યવસ્થા છે. 
 
નોટની પાછળ 
- નોટ છાપવાનુ વર્ષ અંકિત છે 
- સ્વચ્છ ભારતનો લોગો નારા સાથે આપવામાં આવ્યો છે. 
- ભાષાની પેનલ કાયમ રાખવામાં આવી છે. 
- રાની કી વાવનુ ચિત્ર છે. 
- દેવનાગરિ લિપીમાં 100 અંક લખવામાં આવ્યુ છે. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

12 વર્ષથી ઓછી વયની બાળકીઓ સાથે રેપ કરનારને થશે ફાંસી, કેબિનેટે આપી મંજુરી