ભારતીય રિઝર્વ બેંકમાં ખાતુ ખોલવા માટે આધાર કાર્ડને જરૂરી કરવામાં આવ્યુ છે. જો કે તેને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી જ લાગૂ કરવામાં આવશે. પણ જ્યા સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યા સુધી આ ગાઈડલાઈનનુ જ પાલન કરવુ પડશે.
આધાર વગર કેવાઈસી નહી થાય
આરબીઆઈએ કહ્યુ છે કે આધાર વગર બેંકોમાં કોઈપણ ખાતુ નહી ખોલી શકાય નવા ગ્રાહકોએ કેવાઈસી માટે આધાર નંબર, પૈન નંબર કે ફોર્મ 60 આપવુ પડશે. આરબીઆઈએ કહ્યુ કે કેન્દ્ર સરકારે જૂન 2017માં પીએમએલએ કાયદામાં સંશોધન કર્યુ હતુ. જેમા આધારને બધા નાણાકીય ખાતા માટે જરૂરી કરવામાં આવ્યુ હતુ.
સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હતો આદેશ
ગયા મહિને સુપ્રીમ કોર્ટે આધારના બધા પ્રકારના ખાતા ઈનકમ ટેક્સ રિટર્ન અને મોબાઈલ નંબરને 31 માર્ચ સુધી લિંક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ્દ કર્યો હતો. જ્યારબાદ તેમને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈનને અનિશ્ચિતકાળ સુધી આગળ વધારી હતી.