Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Whatsapp બનાવી રહ્યું છે ડેસ્કટૉપ વર્જન, વગર ફોન કરશે કામ

Whatsapp બનાવી રહ્યું છે ડેસ્કટૉપ વર્જન, વગર ફોન કરશે કામ
, સોમવાર, 29 જુલાઈ 2019 (13:38 IST)
ફેસબુકના સ્વામિત્વ વાળી કંપની વ્હાટસએપ તેમના એપના ડેસ્ક્ટૉપ વર્જન પર કામ કરી રહી છે. જેથી તેમના મોબાઈલથી ઈંટરનેટ થી કનેક્ટ કર્યા વગર યૂજર્સ મેસેજિંગ એપનો ઉપયોગ પીસી પર કરી શકશે. 
 
એપના વેબ વર્જનને 2015માં વ્હાટસએપએ લાંચ કર્યું હતું. જેનાથી કંપ્યૂટર પર ચેટને મૉનિટર કરી શકાય છે પણ તેને ઉપયોગ માટે યૂજર્સને પહેલા તેમના ફોનને ઈંટરનેટના માધ્યમથી જોડવું પડે છે. 
વિશ્વસનીય વ્હાટસએપ લીકર અકાઉંટ ડબ્લ્યૂબીટાઈંફોએ શુક્રવારે ટ્વીટમાં જાણકારી આપી કે કંપની એક યુનિવર્સલ વિંડોજ પ્લેટફાર્મ એપ વિકસિત કરી શકે છે. સાથે જ કંપની એક નવા મલ્ટી પ્લેટફાર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે.  જે તમારા ફોન બંદ થતા પર પણ કામ કરશે. ખબરો મુજબ તે સિવાય વ્હાટસએપ મલ્ટીપ્લેટફાર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહ્યું છે. જેની મદદથી યૂજર્સ એક જ સમયેમા ઘણા ડિવાઈસના માધ્યમથી તેમની ચેટ અને પ્રોફાઈલમાં એક્સેસ કરી શકશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી