Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એમેઝોને ગુજ્જૂ યુવાનને આપ્યુ 1 કરોડનું પેકેજ, સોફ્ટવેર એન્જિનીયર તરીકે પસંદગી

એમેઝોને ગુજ્જૂ યુવાનને આપ્યુ 1 કરોડનું પેકેજ, સોફ્ટવેર એન્જિનીયર તરીકે પસંદગી
ભરૂચ: , શનિવાર, 27 જુલાઈ 2019 (10:41 IST)
ભરૂચના ઝડેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવાકને કેલિફોર્નિયા ખાતે રૂપિયા 1 કરોડના પેકેજમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે નોકરી મેળવી છે. એમેઝોન કંપનીમાં નોકરી મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
 
શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સંસ્કાર પાર્ક સોસાયટીમાં વિક્રમ ભટ્ટ રહે છે.તેઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકની ફરજ તરીકે ફરજ બજાવે છે.તેમના પરિવારમાં પત્ની સપના ભટ્ટ તથા પુત્ર મૌલીક અને પુત્રી હિરલ છે. પુત્રે મૌલિકએ માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ રૂંગટા વિદ્યાલયમાં મેળવ્યું છે. તેણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નર્મદા વિદ્યાલયમાંથી મેળવ્યું હતું. ત્યાર બાદ તેણે નિરમા યુનિવર્સીટીમાં ઇલેક્ટ્રોનીક્સ અને કોમ્યુનિકેશન વિભાગમાં અભ્યાસ કર્યો હતો. તેણે યુનિવર્સીટીમાં ડિગ્રી મેળવ્યા બાદ અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટની સેન હોજ સ્ટેટ યુનિવર્સીટીમાંથી કોમ્પ્યુટર માસ્ટરની ડિગ્રી મેળવી હતી.
 
જેના કારણે એમેઝોન કંપનીએ ભરૂચના યુવાન મૌલીકની નોકરી માટે પસંદગી કરી હતી. તેણે અલગ-અલગ તબક્કામાંથી પસાર થઈને સોફ્ટવેર એન્જીનીયર તરીકે રૂ,1 કરોડના વાર્ષિક પેકેજ સાથે નોકરી મળતાની સાથે તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભરૂચના યુવાનને યુએસએ કેલિફોર્નિયા ખાતે એમેઝોન કંપનીમાં રૂ,1 કરોડના પેકેજની નોકરી મળી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાક ક્રિકેટરની વાટસએપ ચેટ લીક, ઘણી છોકરીઓથી અફેયર અને બેવફાઈનો આરોપ