Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે 2500 રૂપિયામાં લો હવાઈ યાત્રાની મજા, PM એ આપ્યુ ગ્રીન સિગ્નલ, જાણો આ સ્કીમની વિશેષ વાતો

હવે 2500 રૂપિયામાં લો હવાઈ યાત્રાની મજા, PM એ આપ્યુ ગ્રીન સિગ્નલ, જાણો આ સ્કીમની વિશેષ વાતો
નવી દિલ્હી , ગુરુવાર, 27 એપ્રિલ 2017 (12:01 IST)
આજથી સામાન્ય માણસને સસ્તી ઉડાનની ભેટ મળી છે. હવે સામાન્ય નાગરિક માત્ર 2500 રૂપિયા ખર્ચ કરીને કે કલાક સુધી ઉડાનનો આનંદ ઉઠાવી શકશે. પીએમ મોદીએ ઉડાન સ્કીમ હેઠળ શિમલાથી દિલ્હી વચ્ચેની પ્રથમ ફ્લાઈટનુ ઉદ્દઘાટન કર્યુ. મોદી સરકારે ઉડાનની શરૂઆત ઓક્ટોબર 2016માં રીઝનલ કનેક્ટીવટી સ્કીમ હેઠળ કરવામાં આવી હતી. આ મહત્વાકાંક્ષી સ્કીનનો હેતુ હવાઈ ઉડાનને નાના શહેરો સુધી પહોંચાડવાનો અને ભાડુ ઓછુ રાખવુ જેનાથી નાના શહેરના લોકો ઉડાન સ્કીમનો વધુથી વધુ ફાયદો ઉઠાવી શકે.  
 
ડોમેસ્ટીક હવાઈ મથકોની કનેક્ટિવીટીમાં વધારો કરાશે. આ પ્રસ્તાવો દ્વારા દેશના કુલ મળીને 70 હવાઈ મથકોને જોડવામાં આવશે. જેથી આંતરિક કનેક્ટીવીટીમાં વધારો કરી શકાય. આ ઉપરાંત જે નિર્ણય લોવાયો છે તેમાં વિમાન માર્ગે 500 કિલોમીટર અથવા એક કલાકની યાત્રા માટે તેમજ હેલિકોપ્ટરથી 30 મિનિટની યાત્રા માટે વધુમાં વધુ રુપિયા 2500 ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ લાંબા અંતરવાળા રુટ પર હવાઈ મુસાફરીનું ભાડું પ્રમાણસર આધાર પર નક્કી કરવામાં આવશે.
 
આ સ્કીમની વિશેષ વાતો 
 
- ઉડાન્ન સ્કીમ હેઠળ 45 એવા એયરપોર્ટ્સ જે સેવામાં નથી. તેમને એયર નેટવર્કમાં કનેક્ટ કરવામાં આવ્યા છે. 
- નાના શહેર ટિયર-2 અને ટિયર-3ના 13 એયરપોર્ટ્સ જ્યા વધુ ફ્લાઈટ્સ ચાલથી નથી ત્યા હવે વધુ ફ્લાઈટ્સ રહેશે. જેનાથી આ શહેરોના લોકોને ઉડાન સ્કીમનો ફાયદો મળી શકે. 
- ઉડાન હેઠળ 5 ઓપરેટર્સની પસંદગી થઈ છે. જે એયર ઈંડિયાની સબ્સિડિયરી એલાઈડ સર્વિસેઝ, સ્પાઈઝજેટ, એયર ડેક્કન, એયર ઓડિશા, ટર્બા મેઘા છે. 
- સિવિલ સેક્રેટરી આરએન ચૌબેએ જણાવ્યુ કે દરેક ફ્લાઈટમાં 50 ટકા સીટો 500 કિલોમીટર કે 2500 રૂપિયાના એક કલાકના રેટ પર રહેશે. 
 
સેવાઓના મુખ્ય બિંદુ 
 
- કાનપુરથી દિલ્હી માટે સ્પાઈસજેટની સેવા ઓગસ્ટથી શરૂ થશે. જ્યારે કે કાનપુરથી વારાણસી અને દિલ્હીની વચ્ચે સપ્ટેમ્બરમાં એયર ઓડિશાનું વિમાન ઉડાન ભરશે. 
- અલાયંસ એયર આગરાથી જયપુરની ઉડાન જૂનમાં શરૂ કરશે. જ્યારે કે ઓગસ્ટમાં એયર ડેક્કને આગરા અને દિલ્હીની વચ્ચે ઉડાન સેવા શરૂ કરવાની તૈયારી કરી રાખી છે. 
-દિલ્હીથી શિમલાની વચ્ચે અલાયંસ એયર અને એયર ડેક્કન બંનેયે આવતા મહિને સેવા શરૂ કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. 
- મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં અંબિકાપુરથી વિલાસપુર અને બિલાસપુરથી રાયપુરની વચ્ચે સપ્ટેમ્બરમાં એયર ઓડિશા પોતાની સેવા શરૂ કરશે. 
- સપ્ટેમ્બરમાં જ જગદલપુરથી રાયપુર અને વિશાખાપટ્ટનમની વચ્ચે સેવાઓ શરૂ થઈ જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આર્મીના આર્ટીલરી બેસ પર હુમલો, 2 આતંકી ઠાર, કેપ્ટન સહિત 3 જવાન શહીદ