Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આર્મીના આર્ટીલરી બેસ પર હુમલો, 2 આતંકી ઠાર, કેપ્ટન સહિત 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આર્મીના આર્ટીલરી બેસ પર હુમલો, 2 આતંકી ઠાર, કેપ્ટન સહિત 3 જવાન શહીદ
, ગુરુવાર, 27 એપ્રિલ 2017 (10:59 IST)
જમ્મુ-કાશ્મીરના કુપવાડાના પંજગામ સેક્ટરમાં આર્મી કૈપ પર આતંકી હુમલો થયો છે. આત્મઘાતી આતંકી હુમલામાં એક કેપ્ટન, એક જેસીઓ અને એક જવાન શહીદ થઈ ગયા. સુરક્ષાબળોના ઓપરેશનમાં બે આતંકી ઠાર પણ થયા. આ હુમલો સેનાના આર્ટીલરી બેસ પર થયો છે. આ આર્મી કૈપ એલઓસીથી 5 કિલોમીટર દૂર કુપવાડામાં સ્થિત છે. 
 
આ હુમલામાં ભારતીય આર્મીને પણ નુકસાન પહોંચ્યું હોવાના માધ્યોમાં અહેવાલ છે. એક અહેવાલ મુજબ પંજગામ ખાતે થયેલા આ હુમલામાં 3 જવાનો શહીદ થયા છે. જેમાં એક કેપ્ટન, એક JCO અને એક જવાન સામેલ છે. જ્યારે અન્ય ઘાયલ જવાનોને શ્રીનગર એરલિફ્ટ કરવામાં આવ્યાં છે. કાશ્મીરમાં સેના પર થયેલા આ હુમલા પર ગૃહ મંત્રાલયે એક બેઠક બોલાવી છે. જેમાં ઘાટીમાં પથ્થરબાજીની ઘટનાઓ ઉપર પણ ચર્ચા થશે. એવી પણ માહિતી છે કે હજુ બે આતંકીઓ છૂપાયેલા છે અને તેમના તરફથી થોડી થોડીવારે ફાયરિંગ થઈ રહ્યું છે.
 
સૌથી વધુ પરેશાન કરનારી વાત એ છે કે આતંકી સંગઠનોમાં જોડાતા સ્થાનિક યુવકોને કાશ્મીરના સ્થાનિક લોકોનો મોટા પાયે સમર્થન હાંસલ છે. તેઓ ભોજનથી લઈને આસરા સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ઘાટીમાં બગડતી જતી પરિસ્થિતિને લઈને રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ હાલમાં જ પીએમ મોદીની મુલાકાત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં લગનિયા હનુમાનના પૂજારી વેલેન્ટાઈન બાબાએ 10 હજાર પ્રેમીપંખીડાને પરણાવ્યા છે.