Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેબ્રુઆરી 2023માં ₹1,49,577 કરોડની કુલ GST આવક એકત્રિત થઈ; ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 12% વધુ

ફેબ્રુઆરી 2023માં ₹1,49,577 કરોડની કુલ GST આવક એકત્રિત થઈ; ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 12% વધુ
, ગુરુવાર, 2 માર્ચ 2023 (11:20 IST)
ફેબ્રુઆરી 2023 મહિનામાં એકત્ર કરાયેલ GST આવક ₹1,49,577 કરોડ છે જેમાંથી CGST ₹27,662 કરોડ છે, SGST ₹34,915 કરોડ છે, IGST ₹75,069 કરોડ છે (માલની આયાત પર એકત્રિત ₹35,689 કરોડ સહિત) અને સેસ ₹11,931 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹792 કરોડ સહિત) છે.
 
સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી ₹34,770 કરોડ CGST અને ₹29,054 કરોડ SGSTને સેટલ કર્યા છે. ફેબ્રુઆરી 2023માં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹62,432 કરોડ અને SGST માટે ₹63,969 કરોડ છે. આ ઉપરાંત, કેન્દ્રએ જૂન 2022ના મહિના માટે ₹16,982 કરોડનું બાકી GST વળતર અને જેમણે અગાઉના સમયગાળા માટે AG પ્રમાણિત આંકડા મોકલ્યા હતા એવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ₹16,524 કરોડ પણ જાહેર કર્યા હતા.
 
ફેબ્રુઆરી 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 12% વધુ છે, જે રૂ. 1,33,026 કરોડ છે. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 6% વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત)માંથી આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 15% વધુ છે. આ મહિને GST લાગુ થયા બાદ સૌથી વધુ ₹11,931 કરોડનું સેસ કલેક્શન જોવા મળ્યું હતું. સામાન્ય રીતે, ફેબ્રુઆરી 28 દિવસનો મહિનો હોવાથી, આવકનું પ્રમાણમાં ઓછું સંગ્રહ જોવા મળતું હોય છે.
 
નીચેનો ચાર્ટ ચાલુ વર્ષ દરમિયાન માસિક કુલ GST આવકમાં વલણો દર્શાવે છે. કોષ્ટક ફેબ્રુઆરી 2022 ની સરખામણીમાં ફેબ્રુઆરી 2023 મહિના દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરાયેલ GSTના રાજ્યવાર આંકડા દર્શાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેરાન મકાન, પાડોશીઓને જોઇ ભાવુક થઇ જાકિયા, ગુજરાત રમખાણો 21 વર્ષે ઘરે પહોંચી