પેટ્રોલના ભાવમાં બે દિવસના વિરામ પછી મંગળવારે ફરીથી વૃદ્ધિ નોંધવામાં આવી છે. જ્યારે કે ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ રહી. તેલ વિતરણ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પાંચ પૈસા અને ડીઝલના ભાવમાં પાંચથી છ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફરીથી નરમી જોવા મળી રહી છે.
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ પેટ્રોલના ભવ પાંચ પૈસા પ્રતિ લીટરના વધારા સાથે તેની કિમંત દિલ્હીમા 73.13 રૂપિયા, કલકત્તામાં 75.15 રૂપિયા, મુંબઈમાં 78.70 રૂપિયા અને ચેન્નઈમાં 75.90 રૂપિયા પ્રતિ લીટૅર થઈ ગયા છે. ચાર મહાનગરમાં ડીઝલના ભાવ વધીને ક્રમશ: 66.71 રૂપિયા, 68.45 રૂપિયા, 69.83 રૂપિયા અને 70.44 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.
જ્યારે કે ડિઝલના ભાવ 5 પૈસા વધી ગયા છે. ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ આજે ડિઝલના ભાવ ચેન્નઈમાં 70.44, દિલ્હીમાં 66.71, કલકત્તામાં 68.45 અને મુંબઈમાં 69.83 રૂપિયા થઈ ગયા. છે.
ગુજરાતમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ આ મુજબ રહ્યા
શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 70.45 69.68
રાજકોટ 70.27 69.52
સૂરત 70.38 69.62