Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઇ માટે ૪ ઓકટોબરથી અપડાઉન માટે સ્પેશિયલ ૧૪ ટ્રેન દોડાવાશે

મુંબઇ માટે ૪ ઓકટોબરથી અપડાઉન માટે સ્પેશિયલ ૧૪ ટ્રેન દોડાવાશે
, બુધવાર, 17 ઑગસ્ટ 2016 (13:44 IST)
દિવાળીના તહેવારોને અનુલક્ષીને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા ખાસ હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. જેનું બુકિંગ ગઇ કાલથી શરૂ થઇ ગયું છે. ઓખા-બાંદ્રા પહેલી વીકલી સ્પેશિયલ ટ્રેન ૪ ઓકટોબરથી ૧પ નવેમ્બર સુધીમાં સાત ટ્રિપ કરશે. આ ટ્રેન ઓખાથી દર મંગળવારે સવારે ૧૧-રપ કલાકે વાયા અમદાવાદ થઇ બીજા દિવસે સવારે ૬-૧પ કલાકે પહોંચશે.

એવી જ રીતે બાન્દ્રા-ઓખા વીકલી સ્પેશિયલ ટ્રેન પ ઓકટોબરથી ૧૬ નવેમ્બર સુધીમાં સાત ટ્રિપ કરશે. જે દર બુધવારે ઉપડશે. આ હોલિડે સ્પેશિયલ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, બોરીવલી બંને તરફની મુસાફરીમાં સ્ટોપેજ કરશે. આ ટ્રેનમાં એક એસી, આઠ સ્લીપર, બે જનરલ અને બે લગેજ વાન હશે. જેનું બુકિંગ શરૂ થઇ ગયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રશિયામાં આઝાદીની પૂર્વસંધ્યાએ ઉજવાયો મોસ્કિટો ફેસ્ટિવલ