Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રશિયામાં આઝાદીની પૂર્વસંધ્યાએ ઉજવાયો મોસ્કિટો ફેસ્ટિવલ

રશિયામાં આઝાદીની પૂર્વસંધ્યાએ ઉજવાયો મોસ્કિટો ફેસ્ટિવલ
, બુધવાર, 17 ઑગસ્ટ 2016 (11:52 IST)
આપણે ત્યાં આઝાદીની પૂર્વસંધ્યાએ જયારે જાતભાતની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે રશિયાના બેરેઝનિકી નામના ગામમાં અત્યંત અનોખો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આ ઉત્સવ એટલે મોસ્કિટો ફેસ્ટિવલ. જી. હા., આપણે જેનાથી ત્રાસેલા છીએ અને ઝિકા વાઇરસને લીધે આખી દુનિયા જેનાથી ત્રાહિમામ પોકારેલી છે એ મચ્છરનો ઉત્સવ. ઉરાલ નામના પહાડની ગોદમાં વસેલા આ ગામને મચ્છરો પ્રત્યે એટલો બધો પ્રેમ શા માટે છે એ તો જાણવા નથી મળ્યું. પરંતુ મચ્છરના કરડવાની ક્રિયાને અહીંના લોકો રંગેચંગે ઉવે છે.

20  મિનિટ જેટલા સમયગાળામાં કોને સૌથી વધુ મચ્છર કરડે છે એવી વિચિત્ર સ્પર્ધા પણ એમાં યોજાય છે. આ વખતે ઇરિન ઇલ્યુખિના નામની 9  વર્ષની બાળકી 43 મોસ્કિટો-બાઇટ સાથે જીતી ગઇ હતી. તેને ટેસ્ટીએસ્ટ ગર્લ એટલે કે સૌથી સ્વાદિષ્ટ છોકરીનું બિરૂદ મળ્યું હતું. ઇનામમાં તેને સિરેમિકનો એક સુંદર કપ મળ્યો હતો. જો કે વધુ પડતા તાપમાનને લીધે અહીં મચ્છરોની સંખ્યા ઘટી ગઇ છે એટલે આ વખતે બરણીમાં મચ્છર પકડવાની સ્પર્ધા રદ કરવામાં આવી હતી. મચ્છરનો કોસ્ચયુમ પહેરીને ડાન્સ કરનારી યાના સુંદરી પણ પરસેવે રેબઝેબ થઇ ગયેલી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિધાનસભાના સત્રમાં દલિતો પર થયેલા અત્યાચારની ચર્ચા થવી જોઈએ - શંકરસિંહ વાઘેલા