Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની અગ્રગણ્ય IT કંપની "સીટા સોલ્યુશન્સ" દ્વારા શરૂ કરાઇ અદ્યતન "I.O.T" લેબ

ગુજરાતની અગ્રગણ્ય  IT કંપની
અમદાવાદ: , ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (17:18 IST)
અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી સોફ્ટવેર ડેવલપમેન્ટ, મોબાઈલ એપ્સ , કોલ  સેન્ટર, વેબ ડેવલપમેન્ટ, ઈ.આર.પી, જેવી આઇ.ટી ક્ષેત્રને લગતી  સંપૂર્ણ  સેવાઓ પૂરી પાડતી, તેમજ  ભારત સહિત  અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, અને  ગલ્ફ દેશોમાં વિસ્તરેલી ગુજરાતની અગ્રગણ્ય  આઈટી  કંપની  "સીટા  સોલ્યુશન્સ"  દ્વારા  અદ્યતન  "આઈ.ઓ.ટી" લેબ અને " iot365cloud.com " શરૂ  કરવામાં  આવી છે.
 
આ અંગે  વધુ  જણાવતા"સીટા  સોલ્યુશન્સ"ના  ફાઉન્ડર અને  ચેરમેન 'કિરણ  સુતરીયા'એ  જણાવ્યુંકે  "ઇન્ટરનેટ  ઓફ  થિંગ્સ" (આઈ.ઓ.ટી) ટેક્નોલોજી  દ્વારા ઇન્ટરનેટ ની મદદથી કોઈપણ ભૌતિક ઉપકરણોનું  સંચાલન માનવીય હસ્તક્ષેપ વગર  શક્ય બને  છે. "આઈ.ઓ.ટી" સમય અને  પૈસા  બચાવતી ક્ષતિ રહિત સુરક્ષિત ક્રાંતિકારી ટેક્નોલોજી છે.
 
"સીટા  સોલ્યુશન્સ"  દ્વારા  શરૂ કરવામાં આવેલી  "આઈ.ઓ.ટી" લેબમાં એક સાથે 25 થી 30 ટેકનોક્રેટ ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રેને લગતા સ્માર્ટ  ઇન્ડસ્ટ્રી, સ્માર્ટ ફાર્મ્સ  તેમજ  સ્માર્ટ હોમ્સ ને લગતા રિસર્ચ અને  ડેવલપમેન્ટનું કાર્ય કરશે. આ  ટેક્નોલોજીના ઉપયોગથી ઔદ્યોગિક એકમોના ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત સમયાન્તરે આઈ.ટી  પ્રોફેશનલ્સ અને  વિદ્યાર્થીઓ માટે  "આઈ.ઓ.ટી" ને  લગતા વર્કશોપ નું  આયોજન  કરવામાં  આવશે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત: પીપોદરા જીઆઇડીસીમાં લાગી આગા, 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે