પેટ્રોલ-ડીઝલની કિમંત પર લાગ્યો બ્રેક, જાણો આજની કિમંત
, શુક્રવાર, 3 મે 2019 (12:23 IST)
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવારે કોઈ ફેરફાર થયો નથી. ગુરૂવારે પેટ્રોલનો ભાવમાં લગભગ 6-7 પૈસાની કમજોરી જોવા મળી હતી. ડીઝલની કિમંતોમાં લગભગ 5-6 પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલ ક્રમશ 73.07 રૂપિયા, 78.64 રૂપિયા, 75.08 રૂપિયા અને 75.84 રૂપિયાના ભવ પર મળી રહ્યુ છે. બીજી બાજુ ડીઝલની કિમંતોમાં લગભગ 5-6 પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો. ચારેય મોટા શહેરમાં ડીઝલ માટે ગ્રાહકોને કમશ 66.66 રૂપિયા પ્રતિ લીટર, 69.77 રૂપિયા, 68.39 રૂપિયા અને 70.39 રૂપિયા પ્રતિ લીટર ખર્ચ કરવો પડી રહ્યો છે.
અમેરિકામાં કાચા તેલની આપૂર્તિ વધારવાથી તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે. પણ બજારમાં અસમંજસની સ્થિતિ હજુ પણ કાયમ છે. બે મેથી અમેરિકા દ્વારા ઈરાન પાસેથી તેલ આયાત કરનારા દેશોને આપવામાં આવેલ છૂટ સમાપ્ત થઈ રહી છે અને ઈરાન દુનિયામાં તેલનુ એક મુખ્ય નિકાસ કરનારો દેશ છે.
ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં પેટ્રોલનો ભાવ આજે આ મુજબનો છે.
શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 70.39 69.62
સૂરત 70.37 69.62
રાજકોટ 70.21 69.47
વડોદરા 70.10 69.34
આગળનો લેખ