Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Petrol-Diesel Price: મહારાષ્ટ્રમાં પેટ્રોલ પાંચ રૂપિયા તો ડીઝલ ત્રણ રૂપિયા થયુ સસ્તુ, શિંદે કેબિનેટે ઘટાડ્યો વેટ

petrol
, ગુરુવાર, 14 જુલાઈ 2022 (17:54 IST)
મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થઈ ગયુ છે. પેટ્રોલની કિમંતોમાં 5 રૂપિયા જ્યારે કે ડીઝલની કિમંતમાં 3 રૂપિયાનો કપાત થયો છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં પેટ્રોલ અને ડીઝલને સસ્તા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને ફાયદો થશે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રદેશમાં એકનાથ શિંદેની નવી સરકારે પહેલા જ પેટ્રોલ-ડીઝલના ભાવ કરવાનો ઈરાદો જાહેર કરી દીધો હતો. હવે સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય પર પોતાની મોહર લગાવી છે. 
 
ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ લગભગ દોઢ મહિના પહેલા પેટ્રોલ અને ડીઝલની કિમંતો ઘટાડી હતી. કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલની કિમંત ક્રમશ 8 રૂપિયા અને 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી દીધી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર્ સરકારે પણ પેટ્રોલ ડીઝલની કિમંતો ઘટાડી હતી. મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલ ડીઝલની કિમંતોને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે હાલ ગુરૂવારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 111.35 રૂપિયા/લીટર છે. પણ હવે આ ઘટીને 106.35 રૂપિયા/લીટર થઈ જશે. આ રીતે ડીઝલ જે હાલ મુબઈમાં 97.28 રૂપિયા/લીટર છે. હવેથી આ 94.28 રૂપિયા/લીટરના રેટથી મળશે. 
 
મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ ગુરુવાર મધરાતથી લાગુ થશે. કેબિનેટના આ નિર્ણયને કારણે રાજ્ય સરકારની તિજોરી પર છ હજાર કરોડ રૂપિયાનું વધારાનું દબાણ આવશે. આ નિર્ણય બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 'મંત્રાલય'માં પત્રકારોને કહ્યું કે સરકારના આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતોથી પરેશાન સામાન્ય જનતાને રાહત મળશે. વેટથી કમાણીના મુદ્દે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. 2021-22માં વેટ દ્વારા રાજ્ય સરકારે 34,022 કરોડની કમાણી કરી હતી. ત્યારપછી ઉત્તરપ્રદેશનો નંબર આવે છે. ઉત્તરપ્રદેશે 26,333 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિહારના ટેરર મૉડ્યૂલનુ SIMI કનેક્શન... યુવકોનુ બ્રેનવૉશ કરી દેતા હતા, ટ્રેનિંગમાં ટારગેટ પર હતા મોદી