Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

i phone 16 apple store
, શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (08:07 IST)
iPhone 16 -BKCમાં એપલ સ્ટોરની બહાર કતારમાં ઊભેલા ગ્રાહક ઉજ્જવલ શાહ કહે છે, 'હું છેલ્લા 21 કલાકથી કતારમાં ઊભો છું. હું ગઈકાલે સવારે 11 વાગ્યાથી અહીં છું અને આજે સવારે સ્ટોરમાં પ્રવેશનાર હું પ્રથમ વ્યક્તિ બનીશ. હું આજે ખૂબ જ ઉત્સાહિત છું... આ ફોન માટે મુંબઈનું વાતાવરણ તદ્દન નવું છે... ગયા વર્ષે હું 17 કલાક કતારમાં ઉભો રહ્યો હતો.
 
iPhone 16 મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા
મહારાષ્ટ્ર: Appleની iPhone 16 સિરીઝ આજથી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. મુંબઈના બીકેસીમાં ભારતના પ્રથમ એપલ સ્ટોરની બહાર લાંબી કતારો જોવા મળી હતી. ગઈકાલથી લોકો અહીં લાઈનમાં ઉભા છે.

Appleની iPhone 16 સિરીઝનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. આ શ્રેણીમાં ચાર ફોન છે - iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. આમાં ઘણા નવા ફીચર્સ છે, જેમ કે કેમેરા કંટ્રોલ બટન અને Apple Intelligence. તમે આ ફોનને Apple Store અથવા Croma, Reliance Digital, Vijay Sales જેવા સ્ટોર પર પ્રી-બુક કરી શકો છો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈ અને દિલ્હી સ્થિત એપલ સ્ટોર્સમાં ભારે ભીડ જોવા મળી હતી. એટલી ભીડ હતી કે નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ પરિસ્થિતિને સંભાળવી પડી હતી. તેનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે...

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ