Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિલાયંસ રિટેલે Just Dialમાં ખરીદી મોટી ભાગીદારી, 3497 કરોડ રૂપિયામાં થયો સોદો, આ છે પ્લાન

રિલાયંસ રિટેલે  Just Dialમાં ખરીદી મોટી ભાગીદારી, 3497 કરોડ રૂપિયામાં થયો સોદો, આ છે પ્લાન
, શુક્રવાર, 16 જુલાઈ 2021 (22:45 IST)
દેશના સૌથી શ્રીમંત વેપારી મુકેશ અંબાનીની કંપની રિલાયંસ રિટેલ વેંચર્સ લિમિટેડ (આરઆરવીએલ) એ જસ્ટ ડાયલ લિમિટેડના અધિગ્રહણની જાહેરાતની છે. કંપની જસ્ટ ડાયલમાં 40.95 ટકા ભાગીદારી માટે 3,497 કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. આ ઉપરાંત કંપની 26 ટકા ભાગીદારી માટે ઓપન ઓફર લઈને આવશે. આ રીતે રિલાયંસ રિટેલની જસ્ટ ડાયલમાં કુલ ભાગીદારી 66.95 ટકા થઈ જશે. 
 
જસ્ટ ડાયલનો થશે વિસ્તાર : આરઆરવીએલ દ્વારા આપવામાં આવેલ મુડી જસ્ટ ડાયલના વિકાસ અને વિસ્તારમાં કામ આવશે. જસ્ટ ડાયલ પોતાની લોકલ વ્યવસાયોની લિસ્ટિંગને વધુ ચોખવટ કરશે. જસ્ટ ડાયલ પોતાના પ્લેટફોર્મ પર લાખો ઉત્પાદો અને સેવાઓના વિસ્તાર પર કામ કરશે જેનાથી લેવડ દેવડને પ્રોત્સાહન મળશે. આ રોકાણ જસ્ટ ડાયલના વર્તમાન ડેટાબેસને પણ મદદ પહોચાડશે. 31 માર્ચ 2021 સુધી જસ્ટ ડાયલના ડેટાબેસમાં 30.4 મિલિયન લિસ્ટિંગ હતી અને ત્રિમાસિક દરમિયાન 129.1 મિલિયન યૂનિક યૂઝર્સ જસ્ટ ડાયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા. 
 
આ ડીલની માહિતી આપતા આરઆરવીએલની નિદેશક ઈશા અંબાનીએ કહ્યુ, જસ્ટ ડાયલમાં રોકાણ અમારા લાખો ભાગીદાર વેપારીઓ, લઘુ અને મઘ્યમ વેપાર માટે ડિઝિટલ ઈકોસિસ્ટમને વધારાશે. જો કે, આ અધિગ્રહણ છતા વીએસએસ મળી જસ્ટ ડાયલના એમડી અને સીઈઓના રૂપમાં કામકાજ ચાલુ રાખશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં સાયન્સ સિટીની વિઝિટ ફીમાં બેફામ વધારો જનતા લૂંટ સમાન - અર્જુન મોઢવાડિયા