Publish Date: Tue, 01 Apr 2025 (12:07 IST)
Updated Date: Tue, 01 Apr 2025 (12:09 IST)
LPG Cylinder Price- ઓઈલ કંપનીઓએ એપ્રિલના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 41 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1762 રૂપિયામાં મળશે. નવી કિંમતો 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવી છે. હાલમાં દિલ્હીમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર 1803 રૂપિયામાં ઉપલબ્ધ હતો.
ઘટાડા બાદ કોલકાતામાં 19 કિલ્લાના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1872 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1714.50 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1924 રૂપિયા થઈ ગઈ છે.
જોકે, 14.2 કિલોના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા છે.