Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેના પહેલા દિવસે સસ્તો થયો ગેસ સિલિન્ડર, જાણો શું છે નવી કિંમત?

LPG gas cylinder
, બુધવાર, 1 મે 2024 (12:06 IST)
Commercial gas cylinder price : લોકસભા ચૂંટણી વચ્ચે મે મહિનાના પહેલા દિવસે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સ્થાનિક એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી જ્યારે જેટ ફ્યુઅલની કિંમતમાં રૂ. 749.25/કિલોનો વધારો થયો છે.
 
સામાન્ય ચૂંટણીઓ વચ્ચે સરકારે લોકોને મોંઘવારીમાંથી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં તેની કિંમત હવે 1745.50 રૂપિયા છે. પહેલા તે 1764.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું. આ રીતે તેની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ 1 એપ્રિલે તે 30.50 રૂપિયા સસ્તું થયું હતું. હવે 19 કિલોનો સિલિન્ડર કોલકાતામાં 1859 રૂપિયા, મુંબઈમાં 1698.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1911.00 રૂપિયામાં મળશે. ઘટાડેલી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. 19 કિલોના સિલિન્ડરને હલવાઈ સિલિન્ડર પણ કહેવામાં આવે છે. તેના ભાવ ઘટાડાથી ખાવા-પીવાનું સસ્તું થવાની ધારણા છે. જોકે, ઘરોમાં વપરાતા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય ગ્રાહકો માટે દિલ્હીમાં તેની કિંમત 803 રૂપિયા છે, જ્યારે ઉજ્જવલા લાભાર્થીઓ માટે તેની કિંમત 603 રૂપિયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ