Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jio આપી રહ્યું છે દર મહિને 20 હજાર કમાવવાનો મોકો, નોકરીની સાથે કામ કરી શકો છો

jio money
નવી દિલ્હી. , રવિવાર, 21 ઑગસ્ટ 2022 (13:28 IST)
Reliance Jio નું  JioPOS Lite એપ યુઝર્સને નોકરીની સાથે પૈસા કમાવવાની તક આપે છે. તેને  Jio Partner Programme  હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. યુઝર્સ આના દ્વારા પ્રીપેડ રિચાર્જ પર કમિશન લઈ શકે છે. તમે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન દ્વારા Jio તેના યુઝર્સને Jio ભાગીદાર બનવા અને અન્ય Jio ગ્રાહકો માટે પ્રીપેડ રિચાર્જ કરવાની અને પૈસા કમાવવાની મંજૂરી આપે છે. તેની નોંધણી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ આ એપ વિશે અને તમે કેવી રીતે કમાણી કરી શકો છો.
 
છેવટે શું છે JioPOS લાઈટ : આ એક  રિચાર્જ કરવા માટેનું પ્લેટફોર્મ છે. આ એપ MyJio એપ અથવા Jio વેબસાઈટ જેવી જ છે. JioPOS Lite તમને એપ દ્વારા દરેક રિચાર્જ પર કમિશન મેળવવાની તક આપે છે. તેની નોંધણી પ્રક્રિયા માટે કોઈ ફિઝિકલ દસ્તાવેજોની જરૂર નથી. તમારી પાસે ફક્ત Jio નંબર હોવો જરૂરી છે.
 
તમને કેટલું કમિશન મળશેઃ જો તમે આ એપ દ્વારા રિચાર્જ કરો છો, તો તમને દરેક રિચાર્જ પર 4.16 ટકા કમિશન મળશે. ઉદાહરણ તરીકે: જો તમે 1,000 રૂપિયાનું રિચાર્જ કરો છો, તો તમને તેના પર 41.6 રૂપિયાનું કમિશન મળશે.
 
આ એપ દ્વારા આ રીતે પૈસા કમાઓ:
 
- તમે પહેલા  Google Play Store ના દ્વારા Android ને માટે JioPOS Lite એપ ડાઉનલોડ કરવો પડશે 
- એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય, પછી તેને જરૂરી પરવાનગીઓ આપો. પછી Jio પાર્ટનર બનવા માટે તમારા Jio નંબર અને ઈમેલ આઈડી વડે લોગિન કરો.
- નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે એપના વોલેટમાં રૂ. 500, રૂ. 1000 અને રૂ. 2000 ઉમેરવા પડશે.
- આ પછી, તમે જે પણ રિચાર્જ કરો છો તેના પર તમને 4.16 ટકા વળતર મળશે.
- આ એપમાં, જો તમને બેંકની વિગતો પૂછવામાં નહીં આવે, તો તમારું કમિશન એપના વોલેટમાં જ જમા થઈ જશે. તમે તેનો ઉપયોગ બાકીના રિચાર્જ માટે પણ કરી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Trains Will Be Cancelled - યાત્રીગણ કૃપિયા ઘ્યાન દે આ મહિને સંખ્યાબંધ ટ્રેનો થશે રદ