Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jio 5G Services by Diwali 2022- સમગ્ર દેશમાં 5G સર્વિસ શરૂ કરવા અંગે મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

Jio 5G Services by Diwali 2022- સમગ્ર દેશમાં 5G સર્વિસ શરૂ કરવા અંગે મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત
, સોમવાર, 29 ઑગસ્ટ 2022 (15:25 IST)
Jio 5G Services-
 
Reliance Jio 5G Service Launch: દિવાસી સુધી દેશમાં જિયો લોંચ કરશે 5જી મોબાઈલ સર્વિસ  
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Rellience Industries)ની 45મી (AGM)ને સંબોધતા કંપનીના ચેરમેન મુકેશ અંબાણી( Mukesh Ambani) એ કહ્યું કે રિલાયન્સ જિયો( Reliance Jio) દિવાળી ( Diwali) સુધીમાં દેશમાં 5જી સેવાઓ શરૂ કરશે. તેમણે કહ્યું કે પ્રથમ 5G સેવા ચાર મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈથી શરૂ કરવામાં આવશે. આ પછી, 2023 ના અંત સુધીમાં દેશના દરેક ખૂણામાં 5G સેવા ઉપલબ્ધ થશે.
 
 
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયોની 5G સેવા સાચી 5G સેવા સાબિત થશે. તેમણે કહ્યું કે માત્ર Jio પાસે 700 MHz સ્પેક્ટ્રમ છે જે દરેક જગ્યાએ કવરેજ આપશે. તેમણે એ પણ જાહેરાત કરી કે રિલાયન્સ જિયોની 5G સેવા સૌથી વધુ સસ્તું હશે. ચેરમેને જણાવ્યું કે રિલાયન્સ જિયો 5G સેવાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.  મુકેશ અંબાનીએ એજીએમમાં જણાવ્યુ કે રિલાયંસ જિયો પાસે વર્તમાન સમયમાં સૌથી વધુ 421 મિલિયન ગ્રાહક્છે. તેમણે કહ્યુ કે જિયોએ સૌથી મજબૂત 4જી નેટવર્ક સ્થપિત કર્યુ છે. તેમણે જણાવ્યુ કે 3 મા બે કસ્ટમર જિયો ફાઈબરની પસંદગી કરે છે. જિયો નુ 6જી પણ સૌથી સારી સર્વિસ આપશે. 
 
મુકેશ અંબાણીએ કહ્યું કે ભારત હજુ પણ ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં ઘણું પાછળ છે. તેમણે કહ્યું કે જિયો ફિક્સ બ્રાન્ડ બેંકના સંદર્ભમાં ભારતને વિશ્વના ટોચના 10 દેશોમાં સ્થાન આપશે. ફિક્સ્ડ બ્રોડબેન્ડ માટે 5Gના બ્રોડબેન્ડનો ઉપયોગ કરવામાં આવશે. રિલાયન્સ જિયો મુંબઈમાં Jio 5G એક્સપિરિયન્સ સેન્ટર પણ ખોલશે.
 
મુકેશ અંબાનીએ જણાવ્યુ કે રિલાયંસ જિયોએ ગૂગલ સાથે 5જી હૈડસેટ બનાવવા માટે કરાર કર્યો છે. સાથે જ ક્લાઉડ ઈનેબલ્ડ બિઝનેસ માટે માઈક્રોસોફ્ટ સાથે કરાર કર્યો છે. કંપનીએ Qualcomm ની સાથે પણ સમજૂતી કરી છે. મુકેશ અંબાનીએ એલાન કર્યુ છે કે 5જી ઈફ્રાસ્ટ્રક્ચર ઉભો કરવામાં ક્વાલ કૉમ  Jioની મદદ કરશે અ ને આ માટે રિલાયંસ જિયો અને ક્વૉલકોમની ભાગીદારી થઈ છે. 
 
રિલાયંસનુ ભારતના વિકાસમાં યોગદાન 
આ પહેલા એજીએમને સંબોધતા, મુકેશ અંબાણીએ તમામ શેરધારકો, સહયોગીઓ, અધિકારીઓ અને ભાગીદારોનું સ્વાગત કર્યું અને કહ્યું કે આ અવસર ખૂબ જ ખાસ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 25 વર્ષનું વિઝન નક્કી કર્યું છે. પંચ પ્રાણ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવશે. 
તેમણે કહ્યું કે રિલાયંસ ભારતની પ્રગતિમાં પોતાનું યોગદાન આપતા રહેશે. રિલાયન્સ 100 બિલિયન ડોલરનું ટર્નઓવર પાર કરનારી પ્રથમ કંપની છે. રિલાયન્સની નિકાસમાં 75 ટકાનો વધારો થયો છે. રિલાયન્સ ભારતની નિકાસમાં 8.4 ટકા યોગદાન આપે છે. કંપની સૌથી વધુ ટેક્સનું યોગદાન આપી રહી છે, સાથે જ રિલાયન્સે 2.32 લાખ નોકરીઓ આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાઘોડિયામાં સરપંચના પુત્રએ દુષ્કર્મ આચરતાં સગીરા માતા બની, ગર્ભવતી બન્યા બાદ પણ તે સ્કૂલે જતી હતી