Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય રેલવે ટ્રેનોની રિઝર્વેશનની સુવિધામાં થશે ફેરફાર 8 કલાક પહેલા મળશે આ સુવિધા

Indian Railways reservation chart
, સોમવાર, 30 જૂન 2025 (14:20 IST)
Indian Railways reservation chart:  ભારતીય રેલવે ટ્રેનોમાં રિઝર્વેશન સાથે જોડાયેલી વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યારસુધી જ્યાં રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના રવાના થયાના લગભગ ચાર કલાક પહેલાં તૈયાર થતો હતો, પરંતુ હવે આ ચાર્ટ 8 કલાક વહેલો તૈયાર થશે.
 
રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
 
આ પ્રસ્તાવનો જલદી અમલ કરવામાં આવશે.
 
રેલવેના જણાવ્યા પ્રમાણે આ પગલું અંતરિયાળ વિસ્તારમાં રહેનારા લોકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.
 
તેનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિ સ્ટેશનથી 4-5 કલાક દૂર અંતરે રહેતી હોય તો તેમને પહેલાથી ખબર પડી જશે કે તેની ટિકિટ કન્ફર્મ છે કે નહીં. જેથી તેઓ તેને ધ્યાનમાં રાખીને ઘરથી સ્ટેશન પર રવાના થઈ શકે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્ર સરકારે ત્રણ ભાષાઓ પર મોટો નિર્ણય લીધો, ત્રણ ભાષા નીતિનો આદેશ પાછો ખેંચ્યો