Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂના વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવાની અને પી.યુ.સીની મુદત ૩૦ ઓકટોબર સુધી લંબાવાઈ

જૂના વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવાની અને પી.યુ.સીની મુદત ૩૦ ઓકટોબર સુધી લંબાવાઈ
, શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (10:25 IST)
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલી જોગવાઈ અનુસાર તમામ વાહનો પર હાઈ સીકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે. રાજયમાં જૂના વાહનો પર આ નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ ૧૬-૧૦-૨૦૧૯ જાહેર કરાઈ હતી, પરંતુ નાગરિકોના વધુ પડતા ઘસારાને ધ્યાને લઈ નાગરિકોની સગવડતાના હેતુસર ઉચ્ચ સ્તરીય બેઠકને અંતે રાજય સરકાર દ્વારા આ મુદત ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ સુધી લંબાવાઈ છે. 
webdunia
તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નવા મોટર વાહન કાયદા અનુસંધાને રાજ્યમાં પોલ્યુશન અંડર કંટ્રોલ પી.યુ.સી સેન્ટરોની સંખ્યામાં વધારો કરવા માટે તાજેતરમાં નવા ૧૧૦૦ જેટલા પી.યુ.સી સેન્ટર કરવા નક્કી કરવામાં આવ્યું છે. નાગરિકોની સરળતા માટે પી.યુ.સી સેન્ટરના પરવાના મેળવવા માટેની મુદતની અંતિમ તારીખ પણ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાયકાત ધરાવતા અરજદારો એ આ પીયુસી સેન્ટરના લાયસન્સ મેળવવા માટે આરટીઓ/ એઆરટીઓ કચેરી ખાતે તા.૩૦ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Share Bazar- સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે બજારમાં તીવ્ર રીતે શરૂઆત થઈ