Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફાયનાન્સ એશિયાએ એચડીએફસી બેંકને જાહેર કરી 'બેસ્ટ બેંક', ભારતની સૌથી વધુ નફો ધરાવતી બેંક બની

ફાયનાન્સ એશિયાએ એચડીએફસી બેંકને જાહેર કરી  'બેસ્ટ બેંક', ભારતની સૌથી વધુ નફો ધરાવતી બેંક બની
, શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (12:56 IST)
ગ્લોબલ મેગેઝીન ફાયનાન્સ એશિયાએ, સતત પાંચમા વર્ષે  એચડીએફસી બેંકને 'બેસ્ટ બેંક' જાહેર કરી છે. ભારતની આ મોખરાની બેંકને આ પ્રકાશનના કન્ટ્રી એવોર્ડઝ ફોર એચિવમેન્ટ 2021માં તેના "ઉદ્યોગમાં  અગ્રતા ધરાવતા ઘણા માપદંડને" બિરદાવવામાં આવ્યા છે.
 
તેના તંત્રી લેખમાં ફાયનાન્સ એશિયા લખે છે કે "બેંકે  ઘણા ક્ષેત્રોમાં ઉદ્યોગમાં મોખરાના માપદંડ અનુસરવાનુ ચાલુ રાખ્યુ છે અને તે વધુ એક વર્ષે સ્પષ્ટપણે વિજેતા જાહેર થઈ છે. ઉદ્યોગમાં લીડર ગણાતી એસબીઆઈ કરતાં  એચડીએફસી બેંકની અડધી આવક હોવા છતાં, તે એક તૃતીયાંશ વધારે નફાકારક છે.  તે ભારતની સૌથી વધુ નફો ધરાવતી બેંક બની છે. આ નફાકારકતાની ગતિ નાણાંકીય વર્ષ 2021 માં પણ ચાલુ રહી છે."
 
તેના તાજા અંકમાં આ મેગેઝીન લખે છે કે " આનો અર્થ એ થાય કે એ વાતનું અચરજ નથી કે, એચડીએફસી એવા વેલ્યુએશન પ્રિમિયમથી ટ્રેડ થઈ રહી છે કે જે ખૂબ જ જૂજ એશિયન બેંકો માટે સંભવિત બની  શક્યુ છે..  ભારતનો અત્યંત ઘાતક કોવિડ સ્પ્રીંગ   2021ના આખરી ભાગમાં ઠરીઠામ થવાની શરૂ કરી રહ્યો હતો ત્યારે એચડીએફસી બેંકનુ તેની બુક વેલ્યુ કરતાં ચાર ગણી  કીંમતે ટ્રેડીંગ થઈ રહ્યુ હતું." 
 
ફાયનાન્સ એશિયાના વાર્ષિક કન્ટ્રી એવોર્ડઝ ફોર એચિવમેન્ટમાં એશિયા પેસિફિક ક્ષેત્રના દેશોની બહેતર કામગીરી કરતી બેંકોની કદર કરવામાં આવે છે. બેંકને આ બિરૂદ  તેમના પરફોર્મન્સ, વિઝન,  અને લાંબા ગાળાની વ્યુહરચનાને  ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આ વર્ષ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ વર્ષ ફાયનાન્સ એશિયાની 25મી વર્ષગાંઠ છે.
 
ફાયનાન્સ એશિયાના તંત્રીગણને, અગાઉ સિનિયર પદ શોભાવી ચૂકેલા બેંકર્સ અને ફંડ મેનેજર્સની બનેલી એડવાઈઝરી પેનલનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ નિષ્ણાત પેનલ પસંદગીની પ્રક્રિયામાં ટેકનિકલ માર્ગદર્શન  અને સલાહ પૂરી પાડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિક્રમ જનક લાંબી સારવારનો પ્રથમ કિસ્સો: કોરોનાના લીધે બગડી ગયેલા ફેફસાં માટે ૧૧૯ દિવસ સારવાર લઇ થયા સ્વસ્થ