Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી પર જનતાને મોટી રાહત, સરકારે પેટ્રોલ-ડીઝલ પર ઘટાડ્યો Tax, પ્રતિ લીટર 10 રૂપિયા સુધીનો કપાત

દિવાળી પર જનતાને મોટી રાહત, સરકારે પેટ્રોલ-ડીઝલ પર ઘટાડ્યો Tax, પ્રતિ લીટર 10 રૂપિયા સુધીનો કપાત
, બુધવાર, 3 નવેમ્બર 2021 (21:03 IST)
દિવાળીની પૂર્વ સંધ્યા પર સરકારે દેશની જનતાને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી (Excise duty on petrol meaning) માં કપાત કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી(petrol diesel excise duty) આવતીકાલથી એટલે કે 4 નવેમ્બરથી 5 રૂપિયા અને 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
 
એક્સાઈઝ ડ્યુટી (petrol diesel price excise duty)  ટેક્સમાં ઘટાડા અંગે અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલની સરખામણીએ ડીઝલ પરનો ટેક્સ બમણો ઓછો કરવામાં આવ્યો છે.  તેનાથી ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે. રવિ પાકની સિઝન શરૂ થઈ રહી છે. ખેતીના કામમાં વપરાતા સાધનો મુખ્યત્વે ડીઝલ પર ચાલે છે. આવી સ્થિતિમાં ડીઝલના દરમાં ઘટાડાથી ખેડૂતોને મોટી રાહત મળશે. કેન્દ્રએ પણ રાજ્યોને VAT ઘટાડવાની અપીલ કરી છે વેટ રાજ્ય સરકારો વસૂલે છે. જો આમાં ઘટાડો થશે તો અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તે અનુરૂપ ઘટાડો જોવા મળશે.

 
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે, જે સમગ્ર ભારતમાં એકસમાન છે. સાથે જ તેમના પર વસૂલવામાં આવતા વેટના દરો દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ રાજસ્થાનમાં છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ Face-recognition સિસ્ટમ કરી બંધ