Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વર્ષ 2021-22 માટેનું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, કર વેરામાં કોઈ વધારો નહીં

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વર્ષ 2021-22 માટેનું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, કર વેરામાં કોઈ વધારો નહીં
, બુધવાર, 24 માર્ચ 2021 (15:38 IST)
કોરોના મહામારીને કારણે આ વર્ષના બજેટમાં 1432 કરોડનો ઘટાડો થયો
વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સમાં કોઈ વધારો નહીં, વાહન વેરા દરમાં કોઈ વધારો નહીં
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું ડ્રાફટ બજેટ આજે બુધવારે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રજૂ કર્યું હતું. કમિશનરે રૂ. 7475 કરોડનું બજેટ રજૂ કર્યું છે. ડ્રાફ્ટ બજેટમાં કમિશનરે અમદાવાદીઓને રાહત આપતાં સામાન્ય વેરા, વોટર કન્વેરઝેશન દર અને વાહનવેરામાં કોઈ વધારો કર્યો નથી.  ગત વર્ષે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રૂ. 8907.32 કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાં રૂ. 777.67 કરોડનો વધારો શાસક પક્ષે કર્યો હતો અને રૂ. 9685 કરોડનું બજેટ મંજુર કર્યું હતું. જેમાં મોટાભાગના કામ કોરોના મહામારીના કારણે બાકી રહી ગયાં છે. કોરોનાં મહામારીના કારણે બજેટનું કદ ગત વર્ષ કરતા ઘટ્યું છે. ગત વર્ષ કરતા રૂ. 1432 કરોડના ઘટાડા સાથે બજેટ મુકેશકુમારે રજૂ કર્યું છે.
 
120 કરોડના ખર્ચે વી.એસ. હોસ્પિટલનું નવિનીકરણ કરાશે
95 કરોડમાં શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ
115 કરોડમાં એલ.જી. હોસ્પિટલનું નવીનીકરણ
15 કરોડના ખર્ચે 11 નવા અર્બન હેલ્થ સેન્ટર બનશે
20 હજાર 489 નવા આવાસો બનાવાશે
110 કરોડના ખર્ચે બોપલ-ઘુમા, ચિલોડા, કઠવાડાના કોર્પોરેશનના નવા વિસ્તારોમાં માળખાગત સુવિધાના કામ
10 કરોડના ખર્ચે ગાંધીઆશ્રમ ડેવલોપમેન્ટ
25 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ અને તળાવ ડેવલોપમેન્ટ
85 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2નું ડેવલોપમેન્ટ
નવા 14 બગીચા અને 15 હયાત બગીચાનું નવીનીકરણ
2 નવા કોમ્યુનિટી હોય અને એક બેન્કવેટ હોલ બનાવાશે
15 સ્મશાનનું આધુનિકરણ
નવી 6 લાયબ્રેરી બનાવાશે
293 કરોડના ખર્ચે 16 નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનશે
SVP હોસ્પિટલમાં સિનિયર સિટીઝન માટે દેશનું પ્રથમ જીરીયાટ્રીક વિભાગ શરુ કરાશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોળીની ઉજવણી માટે ગાઈડલાઈન મર્યાદિત સંખ્યામાં લોકો સાથે હોળી