Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એથર S340 ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં થશે લોંચ, બેંગ્લુરૂની કંપનીનો કમાલ

એથર S340 ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં થશે લોંચ, બેંગ્લુરૂની કંપનીનો કમાલ
, મંગળવાર, 5 જૂન 2018 (12:06 IST)
ભારતમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સનુ ચલન ઝડપથી વધી રહ્યુ છે અને દેશી તેમજ વિદેશી કંપનીઓ અહી પોતાના ઈલેક્ટ્રિક વાહન લૉંચ કરવામાં લાગી છે. એથર S340ની ભારતમાં લાંબા સમયથી રાહ જોવા રહી હતી અને હવે કંપની આ ઈ-સ્કૂટરને ભારતમા 5 જૂન 2018ના રોજ મતલબ આવતીકાલે લૉન્ચ કરશે.  કંપનીએ અમને જે  નિયંત્રણ મોકલ્યુ છે તેમા આ ઈ-સ્કૂટરનુ નામ બદલીને એથર 340 કરવામાં આવ્યુ છે. આ બેંગલુરૂ આધારિત કંપનીની પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટર છે અને કંપની તેના પર લાંબા સમય્થી તેનો ડેવલોપમેંટ કરી રહી છે. એથરે બેટરીથી ચાલનારી સ્કૂટરની તમામ અધિકારિક માહિતી પડદા પર નાખી મુકી છે.  આ એક પ્રિમિયમ ઈલેક્ટ્રિક સ્કૂટર રહેશે અને તેને ભારતમાં બનાવનારી સૌથી વધુ મોંઘી ઈલેક્ટ્રિક સ્કૂટર કહી શકાય છે. 
 
S340માં લાગેલ ટચસ્ક્રીન ડિસ્પ્લે સિસ્ટમ એંડ્રોઈડ પર આધારિત રહેશે. 
webdunia
એથર S340ની ટ્રાયલ પ્રોડક્શન પહેલા જ શરૂ કરવામાં આવી છે જે કંપનીની બેંગલુરૂ સ્થિત કરવામાં આવી રહી છે. એથર S340ને ભારતમાં અનેક ચરણમાં લૉંચ કરવામાં આવશે. જેમા સૌ પહેલા પોતાના શહેર બેંગલુરૂમાં લૉન્ચ કરવામાં આવશે. આ ઈ-સ્કૂટરને વેચવાના હેતુથી તેનુ પ્રોડક્શન જુલાઈ 2018થી શરૂ કરવામાં આવશે.  અનુમાન છે કે કંપની આવતીકાલે આ સ્કૂટરને લૉન્ચ કરવા સાથે જ તેનુ બુકિંગ પણ શરૂ કરશે.  આ સ્કૂટરના પ્રોડક્શન મૉડલને ફ્યૂચરિસ્ટિક ડિઝાઈન અને સારી સ્ટાઈલમાં બનાવ્યુ છે.  આ સાથે જ કંપનીએ સ્કૂટરમાં આધુનિક તકનીકવાળા ફીચર્સ આપ્યા છે. જેમા એડ્રોઈડ બેસ્ટ ટચસ્ક્રીન ડિસ્પ્લે સામેલ છે જે કસ્ટમ યૂઝર ઈંટરફેસથી લૈસ છે. 
 
એથર S340ની ભારતમાં અધિકારિક નામ ફક્ત 340 પણ હોઈ શકે છે. 
webdunia
એથર S340 કે કહો તો એથર S340માં લગાવેલ આ સિસ્ટમ હેઠળ પુશ નેવિગેશન, ઓવર ડી એયર અપડેટ્સ, પાર્કિંગ અસિસ્ટમ સિસ્ટમ, વૉટરપ્રૂફ ચાર્જ, અનેક રાઈડિંગ મૉડ્સ અને એલઈડી લાઈટ્સ જેવા ફીચર્સ સામેલ છે. એથર S340 વિશે એવુ કહેવાય છે કે આ 5 કિવા બ્રશલેસ ડાયરેક્ટ કરંટ ઈલેક્ટ્રિક મોટર સાથે આવશે જે 6.4 બીએચપી પાવર અને 14 એનએમ પીક ટૉર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.  આ સ્કૂટરની ટૉપ સ્પીડ 72 કિમી/પ્રતિ કલાક  છે અને 5 સેકંડમાં આ સ્કૂટર 0-40 કિમી/કલાક ની ગતિ પકડી લે છે.  આ ઈલેક્ટ્રિક સ્કૂટરને લઈને અનુમાન એ પણ છે કે સિંગલ ચાર્જમાં તેની રેંજ 60 કિમી રહેશે અને કંપની આ સાથે ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ આપશે જેનાથી 1 કલાકમાં જ બેટરી 80 ટકા સુધી ચાર્જ કરી શકાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાપતા થયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હજી પોલીસને હાથ લાગતાં નથી