બીજેપી આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં પુરજોશમાં લાગી છે અને પોતાના નારાજ સહયોગીઓને મનાવવાની કોશિશ કરી રહી છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ આ પ્રક્રિયામાં આવતીકાલે મતલબ બુધવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે.
મુંબઈના પાલઘરમાં થયેલ પેટાચૂંટણી પછી બંને પાર્ટીઓની આ પ્રથમ મુલાકાત હશે. આ ચૂંટણીમાં બંને પાર્ટીયોએ જુદી જુદી ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યો છે અને શિવસેના અનેક મુદ્દા પર બીજેપી પર નિશાન સાધતી જોવા મળી છે. જેને કારણે હવે પાર્ટી નારાજ સાથીઓને મનાવવાની કોશિશમાં લાગી છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં ગઠબંધન સરકારમાં મતભેદ જોવા મળી રહ્યો છે. એકબાજુ નીતીશ કુમારની અનેક નવી માંગ અને અન્ય નેતઓ તરફથી પણ તીખા વાગ્બાણ ચાલી રહ્યા છે. જેમને મનાવવા લોકસભ ચૂંટણી પહેલા બીજેપી માટે જરૂરી થઈ ગયુ છે.