Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

બે મહિનામાં કસ્ટમ્સે અમદાવાદ એરપોર્ટ પરથી 41 કિલો સોનું પકડયું

અમદાવાદ એરપોર્ટ
, શનિવાર, 8 જૂન 2019 (12:45 IST)
અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ છેલ્લા બે મહિનામાં જ અમદાવાદ એરપોર્ટ પરથી કુલ મળીને ૪૧ કિલો સોનું પકડી પાડયું છે. જેનું કુલ મૂલ્ય રૃા. ૧૨.૦૮ કરોડ થવા જાય છે. ૨૦૧૮-૧૯ના આખા વર્ષ દરમિયાન સોનાની દાણચોરીના ૧૧૬ કેસ પકડીને અમદાવાદ કસ્ટમ્સના સત્તાવાળાઓએ કુલ રૃા. ૨૧.૮૫ કરોડના સોનાની દાણચોરી પકડી પાડી હતી.
એપ્રિલ ૨૦૧૯થી ત્રીજી જૂન ૨૦૧૯ સુધીના બે મહિનાના ગાળામાં જ અમદાવાદ એરપોર્ટ કસ્ટમ્સના અધિકારીઓએ સોનાની દાણચોરીના અલગ અલગ ૩૨ કેસમાં ૧૩ દાણચોરી કરનારાઓની ધરપકડ પણ કરી છે. ૨૦૧૮-૧૯ના નાણઆંકીય વર્ષમાં ૧૧૬ કેસમાં તેમણે કુલ મળીને ૩૮ જણની ધરપકડ કરી હતી.
 
સોનાની દાણચોરી કરનારાઓ હવે મળવિસર્જન માર્ગમાં છુપાવીને કે પછી સોનાની પેસ્ટ બનાવીને મળ વિસર્જન માર્ગમાં સંતાડી દઈને તેને દાણચોરીથી દેશમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ રીતે પુરુષો અને સ્ત્રીઓ તેમના ઉપવસ્ત્રોમાં સંતાડીને સોનું કે તેની પેસ્ટ લાવી રહ્યા છે. પટ્ટા તરીકે કે પછી પટ્ટાના બક્કલ તરીકે પણ દાણચોરીથી સોનું લાવવામાં આવી રહ્યું છે.
 
જ્યુસર કે પછી અન્ય મશીનરીમાં તેના પૂરજા તરીકે સોનું સંતાડીને ઘૂસાડવાની મોડસ ઓપરેન્ડી પણ દાણચોરી કરનારાઓ દ્વારા અપનાવવામાં આવી રહી છે. સોનાની દાણચોરીમાં એરપોર્ટના સ્ટાફના સભ્યોનો સાથ સહકાર લેવામાં આવી રહ્યો છે. તેમના સહયોગને કારણે દાણચોરી કરનારાઓનો માર્ગ ખાસ્સો સરળ થઈ રહ્યો છે. સોનાની દાણચોરી વધી રહી હોવાથી એરપોર્ટ પર કોન્ટ્રાક્ટથી ડેપોમાં ખાનગી કંપનીઓના માણસોને રાખવાના વલણ સામે પણ પ્રશ્ન ઊઠી રહ્યો છે.
 
બીજી તરફ છેલ્લા બે જ માસમાં ગુજરાતના કસ્ટમ્સ ઝોનની આવક રૃા.૧૦૯૧૭.૦૩ કરોડની સપાટીને આંબી ગઈ છે. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં આ આવક વધીને રૃા.૬૧૪૪૫.૬૨ કરોડ થઈ હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એઇમ્સ હોસ્પિટલના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારે તેવી શક્યતાઓ