Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગો ફર્સ્ટમાં ટિકિટ બુક કરી મુશ્કેલીમાં પડ્યા ગુજરાતના 39,100 હજ યાત્રીઓ

go fitst airline
, ગુરુવાર, 11 મે 2023 (13:33 IST)
તાજેતરમાં જ ગો ફર્સ્ટની એરલાઈન્સ નાદાર જાહેર થઈ હોવાની વિગતો સામે આવી હતી. ત્યારે આ ગો ફર્સ્ટની એરલાઈન્સને હવે ગુજરાતના 39 હજાર જેટલા હજ યાત્રીઓને મુશ્કેલીમાં મુકી દીધી છે. જૂનના પ્રથમ સપ્તાહથી મક્કા અને મદીનાની હજ યાત્રા શરૂ થશે. GoFirst એરલાઈન્સે અમદાવાદ સહિત અનેક શહેરોમાંથી હાજીઓને લઈ જવાનો કરાર કર્યો છે, પરંતુ હવે GoFirst નાદાર થઈ જતાં તેમાં બુકિંગ કરાવી ચૂકેલા હાજીઓ પરેશાન થઈ ગયા છે.

હાજીને ભારતના 9 શહેરોમાંથી GoFirst એરલાઇન દ્વારા જવાના છે, પરંતુ કંપનીએ દેવાળું ફૂંકતા હજારો હાજી પરેશાન છે.ગુજરાત હજ કમિટીના ચેરમેન ઈકબાલ સૈયદે મીડિયાને જણાવ્યું કે GoFirst અમદાવાદ સહિત 9 શહેરોમાંથી હાજીને સાઉદી અરેબિયા લઈ જશે, જેમાં અમદાવાદથી 11,000 - નાગપુરથી 3100 - ઈન્દોરથી 3100 - ભોપાલથી 2800 - શ્રીનગરથી 11,500 - રાંચીથી 2400 - ભીલવારથી 2400 ઔરંગાબાદના 1800-1700 અને ગયાના 3500 હજયાત્રીઓ છે. અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ કે આ અંગે કોઈ સમાધાન કાઢે. એર ઈન્ડિયા, વિસ્તારા, સાઉદી એરલાઈન્સ અને ગોફર્સ્ટને ભારતમાંથી હાજીને યાત્રા કરાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હાજીયોનો આરોપ છે કે GoFirst એ અન્ય એરલાઈન્સ કરતા વધુ પૈસા લીધા છે. એકલા ગુજરાતમાં જ એક હાજી પાસેથી GoFirstએ મુંબઈથી જતા હાજી કરતાં રૂ. 67,000 વધુ વસૂલ્યા છે. ઉદાહરણ તરીકે, મુંબઈથી સાઉદીનું ભાડું 3.04 લાખ છે જ્યારે અમદાવાદથી તે 3.76 લાખ છે. હવે મામલો કેન્દ્ર સરકાર પાસે ગયો છે. જો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોઈ ઉકેલ કાઢે તેવી પણ શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2023: આ 10 ખેલાડીઓનુ કરિયર ખતમ, આઈપીએલમાં અંતિમ વખત રમતા જોવા મળશે આ ક્રિકેટરો