Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2023: આ 10 ખેલાડીઓનુ કરિયર ખતમ, આઈપીએલમાં અંતિમ વખત રમતા જોવા મળશે આ ક્રિકેટરો

top-10 players may retire after IPL 2023
, ગુરુવાર, 11 મે 2023 (12:25 IST)
top-10 players may retire after IPL 2023
Indian Premier League 2023: દરેક ક્રિકેટરને એક ને એક દિવસ સંન્યાસ લેવો જ પડે છે. સંન્યા લેવાનુ મુખ્ય કારણ વય હોય છે. પણ ક્યારેક ક્યારેક ખરાબ ફોર્મમાંથી પસાર થનારા ખેલાડી પણ સંન્યાસ લઈ લે છે.  IPL 2023 માં પણ વર્તમાનમાં અનેક એવા ખેલાડી છે જે કદાચ પોતાની અંતિમ આઈપીએલ રમી રહ્યા છે અને આ સીજન પછી તેઓ સંન્યાસ લઈ શકે છે. આ લિસ્ટમાં દિલ્હી કેપિટલ્સના કપ્તાન ડેવિડ વોર્નરથી લઈને મુંબઈના સ્ટાર સ્પિનર પીયુષ ચાવલા સહિત કુલ 10 ખેલાડીઓનો સમાવેશ છે. 
 
1- મનીષ પાંડે - મનીષ પાંડે IPL 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. 33 વર્ષીય મનીષનું પ્રદર્શન અત્યાર સુધી સામાન્ય રહ્યું છે. તે માત્ર 20ની એવરેજથી રન બનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં મનીષ તેની વૃદ્ધાવસ્થા અને ખરાબ ફોર્મ જોઈને IPLને અલવિદા કહી શકે છે.
 
2- ડેવિડ વોર્નર - ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર આ સિઝનમાં રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી રહ્યો છે. આગામી સિઝનમાં પંતની વાપસી બાદ દિલ્હી ભાગ્યે જ તેને જાળવી રાખશે. આ પછી, વોર્નરે નિવૃત્તિ તરફ જોવું પડશે.
 
3. અંબાતી રાયડૂ  - ભારતીય સ્ટાર બેટ્સમેન અંબાતી રાયડૂ આઈપીએલ 16મે ચેન્નઈ સુપર કિંગ્સની તરફથી રમી રહ્યા છે. 38 વર્ષીય રાયડૂએ અત્યાર સુધી 16.86 ની સરેરાશથી રન બનાવ્યા છે. આગામી સીજન ચેન્નઈ શક્યત રાયડૂને રિલીજ કરી દે અને ત્યારબાદ કદાચ સંન્યાસ જ રાયડૂ માટે અંતિમ રસ્તો બાકી રહેશે. 
 
4- સુનીલ નારાયણ - વેસ્ટ ઈન્ડિઝનો જાદુઈ સ્પિનર ​​સુનીલ નારાયણ લાંબા સમયથી આઈપીએલમાં કોલકાતા તરફથી રમી રહ્યો છે. આ સિઝનમાં તેને અત્યાર સુધી માત્ર 7 વિકેટ મળી છે. આવી સ્થિતિમાં KKR આવતા વર્ષે 35 વર્ષના નરેનને રિલીઝ કરી શકે છે.
 
5- અમિત મિશ્રા - ભારતીય સ્ટાર સ્પિનર અમિત મિશ્રા આ સીજન લખનૌ સુપર જાયંટ્સનો ભાગ છે. અત્યાર સુધી તેમણે છ વિકેટ લીધી છે. 41 વર્ષીય અમિત મિશ્રાની વયને જોતા લખનૌ આગામી સીજન માટે કદાજ તેમને રિટેન કરે.  
 
6-પીયુષ ચાવલા - મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા પીયૂષ ચાવલાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને 17 વિકેટ ઝડપી છે. પરંતુ 35 વર્ષીય પીયૂષ ચાવલા માટે આ છેલ્લી સિઝન હોઈ શકે છે. તેની ઉંમરને ધ્યાનમાં રાખીને મુંબઈ તેને આ સિઝન પછી રિલીઝ કરી શકે છે.
 
7- કેદાર જાધવ - મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા પીયૂષ ચાવલાએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને 17 વિકેટ ઝડપી છે. પરંતુ 35 વર્ષીય પીયૂષ ચાવલા માટે આ છેલ્લી સિઝન હોઈ શકે છે. તેની ઉંમરને ધ્યાનમાં રાખીને મુંબઈ તેને આ સિઝન પછી રિલીઝ કરી શકે છે. 
 
8- દિનેશ કાર્તિક - આરસીબીના સ્ટાર વિકેટકીપર દિનેશ કાર્તિક માટે આઈપીએલ 2023 અંતિમ સીઝન સાબિત થઈ શકે છે. 38 વર્ષીય દિનેશ કાર્તિક અત્યાર સુધી ફ્લોપ જોવા મળ્યા છે. આવામાં આરસીબી આગામી વર્ષે તેમને છોડી શકે છે.  
 
9- રિદ્ધિમાન સાહા - ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ ચોક્કસપણે સદી ફટકારી છે, પરંતુ તે સિવાય તેનું બેટ શાંત દેખાતું હતું. ગુજરાત આવતા વર્ષે 39 વર્ષના સાહને રિલીઝ કરી શકે છે.
 
10- મોઈન અલી - ઈગ્લેંડના સ્ટાર ઓલરાઉંડર મોઈન અલી આઈપીએલ 16મા ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ રહેશે. આ સીજન મોઈન અલીએ અત્યાર સુધી બેટિંગમાં 114 રન બનાવ્યા અને બોલિંગમાં 9 વિકેટ લીધી છે.  36 વર્ષીય ઓલરાઉંડરને ચેન્નઈ આગામી વર્ષે તેમના ખરાબ ફોર્મ અને વધતી વયને જોતા રિલીજ કરી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાણેજના લગ્નમાં ખૂબ નાચી રહ્યા હતા એંજિનિયર મામા, અચાનક બેસી ગયા અને થયુ મોત જુઓ Video