Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ફૂલોની ખેતીમાં વડોદરા જિલ્લો પ્રથમ ક્રમે

ગુજરાતમાં ફૂલોની ખેતીમાં વડોદરા જિલ્લો પ્રથમ ક્રમે
, શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (16:26 IST)
રાજ્યના બાગાયત ખાતા દ્વારા વડોદરા એ.પી.એમ.સી.ખાતે તાજા અને ફળો અને શાકભાજીની નિકાસ અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માહિતી આપતાં આણંદ કૃષિ વિદ્યાલયના ડાયરેક્ટર દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં વડોદરા જિલ્લો ફુલ ઉત્પાદનમાં પહેલા સ્થાને છે, જ્યારે ફળપાક ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે. 

વિશ્વમાં કેળાના કુલ ઉત્પાદનનું 30 ટકા ઉત્પાદન ભારતમાં થાય છે. તેમાં પણ ગુજરાત રાજ્ય ખૂબ જ મહત્ત્તવનો ભાગ ભજવે છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેળાનું બમણું ઉત્પાદન થયું છે. જેનું 60 ટકા શ્રેય ખેડૂતોને અને 40 ટકા શ્રેય વૈજ્ઞાનિકોને જાય છે. ગુજરાતમાં મોટાભાગના કેળા ઓર્ગેનિક અથવા ટિસ્યૂકલ્ચરથી થાય છે, ટિસ્યૂકલ્ચર માટે લેબોરેટરીની પણ સુવિધા ગુજરાતમાં ઉપલબ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં વડોદરા જિલ્લો ફળોના ઉત્પાદનમાં બીજા ક્રમે અને ફુલોના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે હોવાથી ફળ-ફુલની નિકાસની ઉજ્જવળ શક્યતાઓ ધરાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદારોનો 'એક શામ શહીદો કે નામ' ચેરિટી શૉ રદ કરાયો