Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટીદારોનો 'એક શામ શહીદો કે નામ' ચેરિટી શૉ રદ કરાયો

પાટીદારોનો 'એક શામ શહીદો કે નામ' ચેરિટી શૉ રદ કરાયો
, શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (16:16 IST)
સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજે રાત્રે આઠ વાગ્યે માનવ સેવા સંગઠનના નેજા હેઠળ પાટીદાર અનામત આંદોલનના અસરગ્રસ્ત પરિવારોના લાભાર્થે એક ચેરિટી શોનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમને વરસાદના કારણે મુલતવી રખાયો હોવાથી હવે તે આગામી તા. રપ સપ્ટેમ્બરે યોજાશે.  'પાસ'ની કોર કમિટીના સભ્ય કેતન પટેલ દ્વારા મ્યુનિ. કોર્પોરેશનમાં આજના કાર્યક્રમ માટે સરદાર પટેલ સ્ટેડિયમ ભાડેથી મેળવવા અરજી કરાઇ હતી.  ચેરિટી શોની તારીખમાં ફેરફાર કરવા હવે તંત્રને નવેસરથી અરજી કરીશું. આ ચેરિટી શોમાં કોઇ ટિકિટ રખાઇ નથી, જોકે  આ શો બાદ કોઇ પણ વ્યકિત પાટીદાર આંદોલનના શહીદ યુવકોના પિરવારોના લાભાર્થે સંસ્થાને ફંડ-ફાળો નોંધાવી શકશે. એક રૂપિયાનો ફાળો પણ અમે આવકારીશું.બાદમાં એકિત્રત થયેલ ફંડ પાટીદાર સમાજના અગિયાર અગ્રણીઓની એક ટીમને હવાલે કરીશું. આ ટીમ શહીદ યુવકોના પિરવારોના લાભાર્થે ફંડની રકમનો યોગ્ય ઉપયોગ કરશે. જે અંગેની તમામ વિગતોને અમે સંસ્થાની વેબસાઇટ પર જાહેરમાં મૂકીશું. દરમિયાન પાસની કોર કમિટીના સભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલ વગેરે આવતી કાલે બપોરે અમદાવાદમાં પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પાંચ હતભાગી યુવકોનાં પરિવારજનોની મુલાકાતે જશે. કેતન પટેલ કહે છે કે, "અમને અમદાવાદ બહાર જવાની પરવાનગી ન હોઇ અમે શહેરમાં શહીદ થયેલા યુવકોનાં પરિવારજનોની મુલાકાત લઇને તેમને આશ્વાસન આપીશું. આ માટે હાર્દિકને પૂછવાની જરૂર નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં રાજકુમાર પાંડિયનને આરોપમુક્ત જાહેર કરાયાં