Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મારા ઘટ માં બિરાજતા - Mara Ghat Ma Birajta - Lyrics

shree nath ji bhajan
, બુધવાર, 11 જૂન 2025 (16:47 IST)
shree nath ji bhajan
મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી
મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી
યમુનાજી શ્રી મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરાવન
મારા મન ના આંગણિયા માં તુલસી ના વન
મારા પ્રાણ જીવન ..... મારા ઘટ માં
 
મારા આતમનાં આંગણે શ્રી મહા મહા પ્રભુજી
મારી આંખો વિષે ગિરધારી રે ધારી
મારું તન મન -2-ગયું જેને વારી રે વારી
મારા શ્યામ મોરારિ  ..... મારા ઘટ માં
 
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા
નિત કરતા શ્રી નાથજી ને કાલારે વાલા
મેં તો વલ્લભ પ્રભુજી ના કીધા છે દર્શન
મારું મોહી લીધું મન  ..... મારા ઘટ માં
 
હું તો નિત્ય વિઠ્ઠલવર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું --2–શ્રીનાથજી ને ચરણે ધર્યુ
જીવન સફ્ળ કર્યું  ..... મારા ઘટમાં
 
મેં તો ભક્તિ મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ મારગ કેરો સંગ રે સાધ્યો
મન ઘોળી કીર્તન કેરો રંગ રે લાગ્યો
મને લાલ। ની લાલી કેરો રંગ રે લાગ્યો
હીરલો હાથ લાગ્યો  ..... મારા ઘટ માં
 
આવો જીવન માં લહાવો કદી ફરી ના મળે
વારે વારે માનવ દેહ ફરી ના મળે
ફેરો લખ રે ચોર્યાચી નો મારો રે ફળે
મને મોહન મળે  .....  મારા ઘટ માં
 
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો ચરણો માં શ્રીનાથ બાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરા કદી ના આવે
 
મારો નાથ તેડાવે  .....  મારા ઘટ માં
ગુજરાતી ભજન
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jagannath Puri 2025 Rath Yatra- આજે જગન્નાથજીને ૧૦૮ ઘડાથી સ્નાન કરાવવામાં આવશે, રથયાત્રાના ૧૫ દિવસ પહેલા ભગવાન બીમાર રહેશે... જાણો શું છે આ પાછળનું રહસ્ય