Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Trending Saree Styles: એક જેવી બોરિંગ સાડીને હવે કહી દો બાયબાય, આ રીતે ટ્રેડિંગ સાડી પહેરશો તો દરેક કોઈ જોતુ રહી જશે

Trending Saree Styles
, બુધવાર, 18 જૂન 2025 (21:47 IST)
Trending Saree Styles: દરેક સ્ત્રીને સાડી પહેરવી ગમે છે પરંતુ હવે તેની સ્ટાઇલ માર્ડન બની ગઈ છે. જો તમે પણ દર વખતે એક જ બોરિંગ સ્ટાઇલમાં સાડી પહેરીને કંટાળી ગયા છો, તો હવે કંઈક નવું કરવાનો સમય છે.

ટ્રેન્ડી ડ્રેપિંગ સ્ટાઇલ- બેલ્ટેડ લુકથી લઈને પેન્ટ-સ્ટાઇલ સાડી સુધી, હવે દરેક સ્ત્રી સાડીમાં પણ ફેશન ટ્રેન્ડસેટર બની શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારી સિમ્પલ સાડીને સુપર સ્ટાઇલિશ ટ્વિસ્ટ કેવી રીતે આપી શકો છો અને દરેક ફંક્શનમાં અલગ દેખાઈ શકો છો.
બેલ્ટેડ સાડી લુક: કમર પર સ્ટાઇલિશ બેલ્ટ સાથે સિમ્પલ સાડી પહેરો. આ લુકને શાર્પ અને મોર્ડન બનાવે છે. પાર્ટી કે ઓફિસ ફંક્શનમાં પહેરવા માટે શ્રેષ્ઠ.
 
પેન્ટ સ્ટાઇલ સાડી લુક: પેટીકોટને બદલે પેન્ટ કે પલાઝો પહેરીને સાડી પહેરો. ઇન્ડો-વેસ્ટર્ન ફીલ આપે છે અને એકદમ ફેશનેબલ છે. તે ખૂબ જ આરામદાયક અને સ્ટાઇલિશ લુક આપે છે.
રફલ સાડી લુક: રફલ્ડ (ફ્રીલ્ડ) સાડી પહેરો, જે મૂવમેન્ટમાં ફ્લો આપે છે. યુવાન અને સ્ટાઇલિશ દેખાવા માટે તે એક સારુ ઑપ્શન છે.
 
કેપ સ્ટાઇલ સાડી: આ સ્ટાઇલમાં, મેચિંગ અથવા કોન્ટ્રાસ્ટિંગ જેકેટ કે કેપ સાડી ઉપર પહેરવામાં આવે છે. તે ઠંડીથી રક્ષણ આપે છે અને ખૂબ જ ફેશનેબલ સ્ટેટમેન્ટ પણ આપે છે. તમે વિવિધ પ્રકારના જેકેટ કે કેપ સાથે પ્રયોગ કરી શકો છો.

Edited By- Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindu Baby Names- નામ એવુ હોવુ જોઈએ જે દરેકને ગમી જાય... 2025 ના ટોચના હિન્દુ બાળકોના નામ