Publish Date: Thu, 05 Feb 2015 (14:54 IST)
Updated Date: Thu, 05 Feb 2015 (15:17 IST)
નારિયળ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે તમારી તંદુરસ્તીનો સાથી પણ છે. ખાસ કરીને નારિયળ પાણીમાં ઘણા એવા ગુણકારી તત્વ રહેલા હોય છે, જે ત્વચા માટે લાભકારી સિદ્ધ થાય છે.
ત્વચાને સાફ કરવામાં નારિયળ પાણી ઘણું ઉપયોગી છે. આ ખીલ અને કરચલીઓને પણ દૂર કરવામાં મદદગાર છે. નારિયળ પાણી નેચરલ મોઈશ્ચરાઈજર પણ છે. એના સેવનથી માંસપેશિયોમા ખેંચ દૂર થાય છે. આ પોટેશિયમનું મુખ્ય સ્ત્રોત છે. સાથે જ વિટામિન, મિનરલ્સ, મેગ્નેશિયમ, મેગ્નીઝ વગેરે ભરપૂર માત્રામાં મળે છે.
એને પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રિત થાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા વાળનો ગ્રોથ વધે અને એ ચમકદાર રહે તો નારિયળ પાણી એક પ્રાકૃતિક કંડીશનરનું પણ કામ કરે છે. વાળમાં ચમક અને મજબૂતી લાવવા માટે તેનાથી વાળ ધોવા. હેંગઓવર, શરીરમાં પાણીની અછત દૂર કરવા, સ્ટ્રોક, હાઈપરટેંશન, પથરી વગેરે રોગોમાં પણ આ લાભકારી છે.