Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Summer Skin Care - ઉનાળામાં ત્વચાની ત્વચાની સાચવણી માટે કેટલીક ટિપ્સ

Summer Skin Care - ઉનાળામાં  ત્વચાની  ત્વચાની સાચવણી માટે કેટલીક ટિપ્સ
, રવિવાર, 30 એપ્રિલ 2023 (11:45 IST)
ગરમીમાં સૂર્યના તીવ્ર કિરણોને કારણે ત્વચા શ્યામ પડી જાય છે. એટલે ગરમીમાં ત્વચાની સાચણી માટે વધારે પ્રયત્નો કરવા પડે છે. ગરમીની સાથે સાથે આપણી ત્વચા ધૂળ, પરસેવો, રજોટી જેવી ઘણી ચીજોનો સામનો કરે છે. આ પરિસ્થિતિમાં ત્વચાને ચોખ્ખી અને ચમકતી રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી ખૂબ જરૂરી છે.
 
ઉનાળામાં તૈલી ત્વચા એ સૌથી મોટી મુશ્કેલી છે. જેની ત્વચા સામાન્ય હોય તેને પણ તૈલી ત્વચાનો સામનો તો કરવો જ પડે છે. ત્વચા પરથી વધારાનું તેલ શોષવા માટે સવારે અને રાત્રે ત્વચાને સારી રીતે સાફ કરી લેવી. ખાસ કરીને ગરદમ, કોણી, ઘૂંટણની પાછળના ભાગની તેમ જ ચહેરા પર નાકની આસપાસની ત્વચાને એકદમ ચોખ્ખી કરવી.
 
ત્વચામાં રહેલા કેટલાક કોષો સૂર્યના કિરણોથી આપણી રક્ષા કરે છે માટે એક હદથી વધારે ક્લિન્ઝિંગ ન કરવું કે જેથી કરીને ચામડી એકદમ શુષ્ક થઈ જાય.
 
શક્ય હોય તો દિવસમાં એકાદ વાર ચહેરા પર, ગરદન પર તેમજ તૈલીય થતા ભાગ પર બરફ ઘસવાનું રાખો.
 
ઉનાળામાં ચામડી એકદમ કોરી પડી જતી હોય તો ત્વચાને ક્લિન્ઝિંગ મિલ્કથી સાફ કરવી જોઈએ. જેથી તે ત્વચાની અંદરનું ભેજનું પ્રમાણ જાળવીને સ્કીન એકદમ મુલાયમ બનાવેલી રાખશે.
 
ગરમીની સિઝનમાં મેકઅપ ઉતારતી વખતે ગુણવત્તાભર્યા મેકઅપ રિમૂવર અથવા તો બેબી ઓઇલનો ઉપયોગ કરવો.
 
આ ઉપરાંત સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો, દર બે દિવસે ત્વચાને અનુકૂફ પેક લગાવવાથી પણ ગરમીમાં ત્વચા એકદમ ચોખ્ખી રહેશે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મજૂર દિવસ પર નિબંધ