Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખૂબસૂરત ત્વચાનું રહસ્ય છે પપૈયું

ખૂબસૂરત ત્વચાનું રહસ્ય છે પપૈયું
, શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (00:38 IST)
આપણે આપણા ચહેરાને સુંદર બનાવવા માટે કેટલાયે પ્રકારની કાળજી લઈએ છીએ. જેમાં પાર્લરનો પણ સમાવેશ થાય છે. પરંતુ ઘરે બેસીને પોતાની ત્વચમાં નિખાર લાવવા માટે પપૈયું સર્વશ્રેષ્ઠ છે. પપૈયુ પાચનક્રિયાને સારી રાખવાની સાથે સાથે ચહેરાને પણ ડાઘ રહિત બનાવે છે. 

- જો તમારા ચહેરા પર કાળા ડાઘ હોય તો કાકડી, પપૈયું અને ટામેટાના રસને બરાબર માત્રામાં લઈને ચહેરા પર લેપ કરો.

- આ લેપ સુકાઈ જાય ત્યારે ચહેરા પર બીજી વખત લેપ કરો. આ રીતે સુકાઈ જવા પર ત્રણથી ચાર વખત ચહેરા પર લેપ કરતાં રહો.

- ચહેરા પર લેપ કર્યા બાદ વીસ મિનિટ રહેવા દઈને ઠંડા પાણી વડે ચહેરાને ધોઈ લો. સાત થી આઠ દિવસ સુધી સતત આ પ્રક્રિયા કરો તમારા ચહેરા પરથી ડાઘ દૂર થઈ જશે અને ત્વચા એકદમ નીખરી ઉઠશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમે જાણો છો પનીર ખાવાનો યોગ્ય સમય ?