પનીર સ્વાદ સાથે જ આરોગ્ય માટે પણ ખૂબ સારુ રહે છે અને તેમા પ્રોટીન અને વસા એક જ માત્રામાં સામેલ હોય છે. પણ શુ તમે જાણો છો પનીર ખાવાનો યોગ્ય સમય શુ છે કે પછી તમે ક્યારેય પણ પનીર ખાવામાં વિશ્વાસ રાખો છો. જો એવુ છે તો જાણો પનીર ખાવાનો યોગ્ય સમય શુ છે..
પનીર ખાવાનો સાચો સમય
- પનીરને ક્યારેય પણ એક્સરસાઈઝ કરતા પહેલા કે પછી ન ખાવુ જોઈએ. કારણ કે તમારી બોડીને ફૈટની જરૂર નથી.
- એક્સરસાઈઝ કર્યા પછી પનીર ખાવાથી તેમા રહેલ ફેટ તમારી પાચન ક્રિયાને ધીમી કરી દે છે.
- પનીરને રાત્રે સૂવાના ઐક કલાક પહેલા ખાઈ શકાય છે.
- સૂતી વખતે માંસપેશીયો અને લંબાઈ વધી જાય છે. જે માટે આપણા શરીરને પ્રોટીનની જરૂર હોય છે. આવામાં પનીર ખાવુ એક સારુ ઓપ્શન છે.
- તમે ચાહો તો તેને દિવસના સમયે પણ ખાઈ શકો છો. પણ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવુ જોઈએ.
- જો તમે પનીરને સંતુલિત રીતે ખાશો તો તમે જાડા(fat) નહી થાવ પણ ફિટ રહેશો.
પનીરનુ પાણી પણ આરોગ્ય માટે સારુ
દૂધને ફાડીને કે પછી ફાટેલા દૂધથી પનીર તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી વખતે જે પાણી બચી જાય છે તેને ફેંકશો નહી કારણ કે જો તમારા શરીરમાં પ્રોટીનની માત્રા વધારવી છે તો તેને પી જાવ. પનીર કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ અને પ્રોટીનથી બનેલ ઉત્પાદ છે.