1. કરવા ચોથના દિવસે ઝગડો ન કરવું- જો તમારું પત્ની સાથે ઝગડો ચાલી રહ્યું છે તો તે દિવસે ઝગડાને ભૂલી પત્નીની સાથે પ્રેમથી વાત કરો. તેનાથી તમારી પત્નીને સારું લાગશે. તે સિવાય કોશિશ કરો કે કરવા ચોથ પર પત્નીને નારાજ ન કરવી.
2. ઉપહાર- કરવા ચોથના વ્રત પછી જો તમે તમારી પત્નીને તેમની પસંદની કોઈ વસ્તુ ગિફ્ય કરશો તો તેને સારું લાગશે. જરૂરી નહી કે તમે જે ગિફ્ટ આપો એક કોઈ મોટી ગિફ્ટ હોય તમે પસંદની કોઈ પણ વસ્તુ ગિફ્ટ કરી શકો છો, જેનાથી તેણે ખુશી મળે.
3. ડિનરપર જવું- કારણકે કરવા ચૌથ વાળા દિવસે આખું દિવસ પત્ની ભૂખી રહે છે તેથી વ્રત પારણ પછી તેને ડિનર પર લઈ જાઓ અને તેને સ્પેશલ ફીલ લરાવો. ડિનર પર તમે પત્નીની પસંદનો ભોજન ઓર્ડર કરો તેને સારું લાગશે.
4. તેની સાથે સમય પસાર કરો - જો બને તો કરવા ચૌથના દિવસે ઑફિસની રજા લઈ લો અને તમારી પત્નીની સાથે સમય પસાર કરો તે દિવસે તમારા ઘરે રહેવું પત્નીને ખુશ કરી શકે છે.
5. ઘર કામમાં તેમની મદદ કરો- આમ તો પતિ ઘરનો કામ નહી કરે છે પણ કોશિશ કરો લે તે દિવસે ઘરકામમાં તમે તમારી પત્નીની મદદ કરો. કારણકે આખો દિવસ વ્રતના કારણે એ ભૂખી રહે છે જો તમે તેની સાથે ઘરકામમાં મદદ કરશો તો તેને સારું લાગશે અને તેને થાક પણ ઓછું લાગશે.
6.પત્નીને સરપ્રાઈજ આપો- આમ તો પત્નીઓને સરપ્રાઈજ સારા લાગે છે પણ કરવાચૌથ પર સરપ્રાઈજ આપશો તો એને સારું લાગશે.
7. તેમની સાથે તમે પણ વ્રત રાખી શકો છો- કરવા ચૌથ આમતો પરિણીત મહિલાઓ માટે હોય છે પણ બદલતા સમયમાં આમે પતિ-પત્નીને સમાન ગણયું છે. તેથી તમે પણ પત્ની માટે કે તેની સાથે વ્રત રાખશો તો સારું રહેશે.
8. સ્પેશલ ફોટોશૂટ કરાવો - કહેવાય છે કે મહિલાઓને ફોટો પડાવવાનું શોખ હોય છે. જો તમે પણ આજે તમારી પત્ની સાથે ફોટોશૂટ કરાવો કે તમે પોતે કરશો તો આવું કરવાથી તમારી પત્ની ખુશ થઈ જશે અને તમારી પાસે એક યાદ હમેશા માટે રહી જશે.
9. પહેલાની યાદગાર પળને યાદ કરો- તમે લગ્નના દિવસો કે લગ્ન પહેલા સાથે પસાર કરેલા પળને યાદ કરી દિવસને સારું બનાવી શકો છો.
10 પત્નીને સ્પેશલ ફીલ કરાવો - કરવાચૌથ મહિલાઓ માટે ખૂબ ખાસ હોય છે. આ દિવસે તમે તમારી પત્ની માટે દરરોજ થી કઈક જુદો કરી તેને સ્પેશલ ફીલ કરાવી શકો છો.