Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરવા ચોથ પર શુ કરવુ શુ નહી

કરવા ચોથ પર શુ કરવુ શુ નહી
, સોમવાર, 22 ઑક્ટોબર 2018 (11:48 IST)
કરવા ચોથ ફક્ત વ્રત ઉપવાસ કે સજવા ધજવાનુ જ પર્વ નથી. દરેક સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના સ્વાસ્થ્ય અને લાંબી આયુ માટે કરવા ચોથનુ વ્રત કરે છે. આ વ્રત દરેક સ્ત્રીના જીવનમાં એક નવો ઉમંગ લઈને આવે છે. મહિલાઓ સાચા દિલથી બધા શુકનવાળા કામ કરે છે પણ શુ આપ જાણો છો કેટલાક એવા કામ જે કરવા અશુભ માનવામાં આવે છે. કરવા ચોથ પર કેટલાક નિયમોનુ પણ પાલન કરવુ પડે છે. તો આવો જાણીએ કરવા ચોથ પર શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ. 
 
- શક્ય હોય તો લાલ રંગના કપડા જ પહેરો કારણ કે લાલ રંગ ગર્મજોશી અને મનોબળ વધારે છે. સાથે જ લાલ રંગ પ્રેમ, રોમાંસ અને પૈશનનુ પ્રતીક માનવામાં આવે છે. લાલ રંગમાં મહિલાઓ વધુ સુંદર અને આકર્ષિત દેખાય છે. અને સૌના આકર્ષણનુ કેન્દ્ર બિંદુ બને છે. આસમાની, ભૂરો અને કાળા રંગના કપડા ન પહેરો કારણ કે આ અશુભતાનુ પ્રતીક છે. આ રંગ ઓજસ્વિતા ઓછી કરે છે.   અ અ રંગ નીરાશા અને દુખનો બોઝ આપનારા છે. 
 
- કરવાચોથની પૂજા પહેલા પુત્રીના ઘરે મીઠાઈઓ, ભેટ અને ડ્રાઈ ફ્રૂટ્સ જરૂર મોકલો 
- કરવા ચોથની પૂજા પહેલા અને પછી ભજન કીર્તન જરૂર કરો. તેનાથી વાતાવરણમાં સકારાત્મકતા આવે છે અને પૂજાનુ પૂર્ણ ફળ મળે છે. 
- કરવાચોથની કથા ધ્યાનથી સાંભળો કારણ કે તેનાથી તમને જ્ઞાત થશે કે આ વ્રત ફક્ત નવી નવેલી દુલ્હનની જેમ સજવા ધજવાનુ વ્રત નથી પણ ભારતીય પતિવ્રતા મહિલાઓના જીવનને નવી દિશા પણ પ્રાપ્ત થઈ હતી. 
 
- કરવા ચોથના વ્રતના દિવસે સોય દોરો, કાતર કે સેફ્ટીપીનનો પ્રયોગ બિલકુલ ન કરશો.. 
 
- કરવા ચોથના દિવસે કોઈ સૂઈ રહ્યુ હોય તો વ્રત કરનાર મહિલાએ તેને ઉઠાડવો ન જોઈએ 
 
- કરવા ચોથનુ વ્રત કરનાર મહિલાએ કોઈની પણ નિંદા કે ચાડી ન કરવી જોઈએ. 
 
- એવુ કહેવાય છે કે આ દિવસે કોઈ રિસાઈને બેસ્યુ હોય તો તેને મનાવવા ન જવુ જોઈએ. 
 
 
- કેટલીક મહિલાઓ આ દિવસે સમય પસાર કરવા માટે પત્તા પણ રમે છે. પણ તમે પોતે જ વિચાર કરો કે શુ વ્રતના દિવસે આ પ્રકારના કામ કરવા યોગ્ય છે. 
 
- આ વ્રત ફક્ત સૌભાગ્યવતી સ્ત્રીઓ અને જેમની સગાઈ થઈ ગઈ હોય એવી સ્ત્રીઓ જ કરી શકે છે. 
 
- કરવા ચોથનુ વ્રત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાખવામાં આવે છે. 
 
- આ વ્રત નિર્જળ કે પછી ફક્ત પાણી પી ને જ કરવુ જોઈએ. 
 
- આ દિવસે વ્રત કરનાર સ્ત્રીએ સંપૂર્ણ શ્રૃંગાર કરવો જોઈએ અને ભોજનમાં પણ સારી સારી વાનગીઓ બનાવવી જોઈએ. 
 
- જો પત્નીની તબિયત ઠીક ન હોય તો પતિ પણ આ વ્રત કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

23 ઓક્ટોબર શરદ પૂર્ણિમા, વાંચો 15 કામની વાતો