Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરમીમાં Glowing Skin માટે ચેહરા પર લગાવો બરફ

ગરમીમાં Glowing Skin માટે ચેહરા પર લગાવો બરફ
, બુધવાર, 27 માર્ચ 2019 (14:36 IST)
ગર્મીના મૌસમમાં ત્વચાનો ખાસ ધ્યાન રાખવુ પડે છે. કારણકે પરસેવાના કારણે ચેહરા પર ખીલ અને ઘણી બીજી સમસ્યાઓ થઈ જાય છે. તેથી ચેહરા પર બરફના ઉપયોગ કરવું જોઈએ. તેનાથી ઠંડક પણ મળશે અને સ્કિનને ફાયદો પણ થશે. ચેહરા પર બરફ લગાવવાથી પિંપલ્સની સમસ્યા ઠીક થઈ જાય છે. 
1. ઑયલી સ્કિન 
ગર્મિઓમાં હમેશા પરસેવાના કારણે સ્કિન ઑયલી થઈ જાય છે. તેથી ત્વચા પર બરફ લગાવે જોઈએ. તેના માટે આઈસ કયૂબને કોઈ કપડામાં લપેટીને ચેહરા પર 
 
લગાવો જેનાથી સ્કિનના ખુલેલા પોર્સ પણ બંદ થશે અને એક્સ્ટ્રા ઑયલ પણ ઓછું થશે. 
 
2. પિંપલ્સ 
ગર્મીથી ચેહરા પર પિંપલ્સની સમસ્યા થઈ જાય છે અને તે સમયે ખીલ પર બરફ લગાવો જેનાથી એક જ રાતમાં જ  આ ઠીક થઈ જશે. 
 
3. ગ્લોઈંગ સ્કિન 
ખીરા, મધ અને લીંબૂંનો રસને મિક્સ કરી તેને આઈસ ટ્રેમાં જમાવો. તેને ચેહરા પર લગાવાથી ત્વચા નિખરે છે. 
 
4. ડાર્ક સર્કલ 
ઘણી મહિલાઓની આંખો નીચે કાલા ઘેરા થઈ જાય છે. તેના માટે ગ્રીન ટીને પાણીમાં ઉકાળી અને ઠંડું થતા આઈસ ટ્રેમાં જમાવો. આ આઈસ ક્યૂબ્સને આંખો નીચે લગાવવાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે. 
 
5. કરચલીઓ 
વધતી ઉમરમાં કરચલીઓ સામાન્ય વાત છે. પણ ઘણી મહિલાઓને સમયે પહેલા જ આ સમસ્યા થઈ જાય છે. તેથી બરફને વાટીને તેને કપડામાં નાખી ચેહરા પર લગાવો આવું રેગુલર કરવાથી બહુ જલ્દી કરચલીઓ ઓછી થશે.
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ફાયદા જાણી તમે તમારા પતિ માટે જ નહી પણ પોતાના માટે પહેરશો મંગળસૂત્ર