rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આદુના હેયર ઓઈલથી મેળવો કાળા અને ચમકદાર વાળ

આદુ હેયર ઓઈલ
, સોમવાર, 2 જાન્યુઆરી 2017 (12:54 IST)
મોટાભાગની યુવતીઓ લાંબા, ઘટ્ટ અને ચમકદાર વાળ ખૂબ પસંદ કરે છે. મજબૂત વાળ માટે યુવતીઓ ન જાણે કેટલાય તરીકા અપનાવે છે. પણ તેમને પણ કોઈ ફરક પડતો નહ્તી.  જો તમે લાંબા મજબૂત અને ચમકદાર વાળ મેળવવા માંગો છો તો આજે અમે તમારે માટે આદુ હેયર ઓઈલ લઈને આવ્યા છીએ. આ ઓઈલથી વાળ ચમકદાર તો થશે જ સાથે વાળને મજબૂતી પણ મળશે. 
 
સામગ્રી - 2 મોટા ટુકડા આદુ, જૈતૂનનુ તેલ 
 
કેવી રીતે બનાવશો - સૌ પહેલા આદુને છોલી લો.  ત્યારબાદ તેને છીણી લો અને ગારણીની મદદથી બધુ જ્યુસ કાઢી લો. એક અન્ય વાડકીમાં 4 ચમચી આદુનુ જ્યુસ નાખો અને તેમા 8 ચમચી જૈતૂનનુ તેલ મિક્સ કરો.  તેને સારી રીતે મિક્સ કરીને તમારા વાળ પર 15 મિનિટ સુધી મસાજ કરો.  મસાજ કરવાના 20 મિનિટ પછી વાળને શેમ્પૂની મદદથી ધોઈ લો. 
 
આ ઉપચાર અઠવાડિયામાં બે વાર અપનાવો અને આ વાતનુ પણ ધ્યાન રાખો શેમ્પૂ પછી કંડીશનરનો ઉપયોગ ન કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આરોગ્ય માટે ખૂબ લાભકારક છે ગરમ પાણી