Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health tipa - આરોગ્ય માટે ખૂબ લાભકારક છે Warm Water

Health tipa - આરોગ્ય માટે ખૂબ લાભકારક છે Warm Water
, રવિવાર, 28 મે 2017 (14:57 IST)
પાણી પીવુ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. ડોક્ટર મુજબ દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ ગરમ પાણી પીવુ જોઈએ. તેનાથી શરીરના ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે.  પણ જો ઠંડા પાણીના સ્થાને કુણુ પાણી પીવામાં આવે તો આ આરોગ્ય માટે રામબાણ છે.  આવો જાણીએ રોજ કુણુ પાણી પીવાના ફાયદા વિશે... 
 
1. ગરમ પાણી પીવાથી બ્લડ સર્કુલેશન ઝડપી થઈ જાય છે. આમ તો દરેક ઋતુમાં કુણું પાણી પીવુ જોઈએ પણ શિયાળામાં ચોક્કસ ગરમ પાણી જ પીવુ જોઈએ. 
2. રોજ સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી કબજીયતની તકલીફ દૂર થઈ જાય છે. 
3. ભૂખ ન લાગવાથી પરેશાન છો તો એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબૂનો રસ, સંચળ અને મીઠુ નાખીને પીવો. તેનાથી ભૂખ લાગવી શરૂ થઈ જશે. 
4. આખો દિવસ થાક અનુભવી રહ્યા છો તો સવારે ઉઠ્યા પછી ખાલી પેટ કુણુ પાણીનું સેવન કરો. 
5. સ્કિન સાથે જોડાયેલ કોઈ તકલીફ છે કે ત્વચા પર કોઈ પ્રકારના રેશેઝ પડી રહ્યા છે તો કુણુ પાણી પીવાથી રાહત મળે છે. 
6. ત્વચા શુષ્ક અને બેજાન છે તો 10-12 ગ્લાસ પાણી જરૂર પીવો. તેનાથી ત્વચા પર ગ્લો આવી જશે. 
7. દમાના રોગીએ જમવાના અડધો કલાક પછી કુણું પાણી પીવુ જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Healthy Eating Tps - જમ્યા પછી આ કામ હોય છે ઝેર સમાન