આજના સમયમાં દરેક છોકરો અને છોકરી વાળ ખરવાને લઈને પરેશાન છે. ઓછી વયમં જ વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેનુ મુખ્ય કારણ છે બદલતી લાઈફસ્ટાઈલ, ખોટી ખાનપાનની ટેવ અને વાળની યોગ્ય રીતે દેખરેખ ન કરવી. ધૂળ અને પ્રદૂષણે કારણે પણ આપણા વાળ નબળા અને બેજાન થઈ જાય છે.
જો તમે વાળની પરેશાની દૂર કરવા માટે અનેક પ્રકારના તેલ અને દવા લઈ ચુક્યા છો અને તેમ છતા પણ તમને કોઈ ખાસ ફરક નથી દેખાતો તો આદુનો આ નુસ્ખો તમારી મદદ કરી શકે છે. એક તાજા આદુની જડમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને ઘણા બધા વિટામિન્સ હોય છે. જે તમારા વાળને પોષણ પ્રદાન કરે છે. સાથે સાથે મજબૂત પણ બનાવે છે.
જાણૉ આ ઉપાય કેવી રીતે કરશો જેથી તમે પણ ઓછા વાળ કે ટાલને કારણે શરમની સ્થિતિથી બચી શકો
આદુ એક એંટી બેક્ટેરિયલ ઔષધિ છે. એંટી ઓક્સીડેટ્સથી ભરપૂર હોવાને કારણે તેના પ્રાકૃતિક ગુણ વાળને ખરતા રોકે છે. ટાલની સમસ્યાંથી છુટકારો મેળવવા માટે તમે આદુના જ્યુસને લીંબૂના રસમાં મિક્સ કરીને વાળમાં લગાવો. આવુ કરવાથી ડૈડ્રફની સમસ્યા પણ દૂર થશે અને વાળ ખરતા બંધ થઈ જશે.
વાળને આદુ લગાવતી વખતે હંમેશા એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે તેના જ્યુસનુ એસિડિક નેચર હોય છે. જે કારણે તેને લગાવ્યા પછી તમને વાળમાં ખંજવાળ આવી શકે છે. તેનાથી બચવા માટે જ્યારે પણ તમે આદુનુ જ્યુસ લગાવો તો હંમેશા તમારા વાળને સારી રીતે ધોવાનુ ભૂલશો નહી.
તમે આદુનો રસ અઠવાડિયામાં બે વાર જરૂર લગાવો. આ ઉપરાંત તમારા ખાવામાં પણ આદુનો સમાવેશ કરો. તેનો નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથે પણ માથાના વાળ સ્વસ્થ રાખી શકાય છે.