Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dark circle Tips - આ ઘરેલુ ઉપાય આંખ નીચેના કાળા કુંડાળાને દૂર કરશે

dark circle
, મંગળવાર, 14 જૂન 2022 (12:26 IST)
શું તમે આંખ નીચેના કાળા કુંડાળાથી (Dark Circle) પરેશાન છો ? શું તમે પણ આ ઘેરાના કારણે વૃદ્ધ અને નબળી નજર આવો છો. જો આ સવાલોના જવાબ હા છે તો હવે આ ઘેરાને અલવિદા કહેવાનું સમય આવી ગયા છે . 
 
વધતી ઉમ્ર , શુષ્ક ત્વચા , અનુવાંશ આહારમાં કમી અને તનાવના કારણે કેટલાક લોકોની આંખો નીચે કાળા ઘેરા પડી જાય છે. ઘણી વાર એના કારણે માણસ રોગી નજર આવે છે. આ ઘેરા પૂરા ચેહરાની ખૂબસૂરતીને બગાડી નાખે છે. આ ઘેરાના કારણે કેટલાક લોકો એમની આંખો પર વધારે મેકઅપ નહી લગાવતા . 
 
પણ મેકઅપ ફાઉંડેશનની મદદથી અમે એને થોડા હદ સુધી તો છુપાવી શકે છે. પણ બાકિ સમય એની ઉપસ્થિતિ તમને પરેશાન કરશે. બજારમા6 રસાયનોથી યુક્ત ઘણા ઉત્પાદ રહેલ છે પણ આ તમારી ત્વચાને નુક્શાન પહોંચાડે છે. જો તમે એક સરળ અને ઘરેલૂ ઉપાય ઈચ્છો છો તો નીચે આપેલ ઉપાય પર એક નજર નાખો. આ રીત ખૂબ સુરક્ષિત છે. અને એમાં ઉપયોગ થતી સામગ્રી પણ તમારા રસોડામાં હોય છે. 
 
ટમેટા અને લીંબૂ આવિધીની મુખ્ય સામગ્રી છે. આ બન્ને બ્લીંચિંગ એજંટના રૂપમાં કામ કરે છે અને આ બન્નેના મેળ તમને મનભાવતા પરિણામને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. 
 
સામગ્રી- ટમેટો પ્યૂરી , લીંબૂનો રસ , ચણાના લોટ 
પ્રક્રિયા 
1. એક વાટકીમાં 1 ચમચી લીંબૂના રસ , 1 ચમચી ટમેટો પ્યૂરી અને 1/4 ચમચી ચણા ના લોટ. આ ત્રણે વસ્તુઓ મિક્સ કરી એક પેસ્ટ બનાવી લો. 
2. ત્વચાને સાફ કરવા આ પેસ્ટને લગાડો. ધ્યાન રાખો કે જો પેસ્ટ આંખોની અંદર ગયા હોય તો આંખો ને તરત ન પાણેથી ધોઈ લો. 
3. પેસ્ટને 15-20 મિનિટ માટે માટે ત્વચા પર રહેવા દો. આ સમયે તમે લેટી પણ શકો છો. 
4. ત્યારબાદ આંખોને ધોઈને સાફ રૂમાલથી લૂંછી લો. 
 
તમે આ પ્રક્રિયાને દિવસમાં 2-3 વાર રીપીટ કરી શકો છો. તમારા કાળા ઘેરા ફીકા પડવા લાગશે. આ ઘરેલૂ ઉપાયને અજમાવતા સમયે એક વાતના ધ્યાન રાખો કે ટમેટા અને લીંબૂ તાજા હોવા જોઈએ. સાથે જ ત્વચા પર લગાવતા પેસ્ટ પણ તાજા જ હોવા જોઈએ. આ સિવાય આહારમાં પણ ફળ અને શાકભાજીને શામેળ કરો. દિવસમાં 8- 10 ગ્લાસ પાણી પીવો અને 8 કલાકની ઉંઘ લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diabetes: તમે બાફેલા ઈંડા ખાઈને પણ બ્લડ શુગર કંટ્રોલ કરી શકો છો