Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખૂબ કામના છે આ હોમમેડ ડાર્ક સર્કલ્સ આઈ પેક જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

ખૂબ કામના છે આ હોમમેડ ડાર્ક સર્કલ્સ આઈ પેક જાણો તેને બનાવવાની રીત અને ફાયદા
, ગુરુવાર, 17 જૂન 2021 (10:02 IST)
આંખોના નીચે કાળા ઘેરા એટલે કે ડાર્ક સર્લક્સ ન માત્ર મહિલાઓ પણ પુરૂષો માટે પણ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. તેન ઘણા કારણ હોય છે જેમાંથી તનાવ, ભરપૂર ઉંઘની કમી, પાણી ઓછું પીવું, હાર્મોંસમાં ફેરફાર, સારી લાઈફસ્ટાઈલ, જેનેટિક સમસ્યા પણ શામેલ છે. મોટા ભાગે લોકો તેનાથી છુટકારો મેળવવા માટે માર્કેટમાં ઉપલબ્ધ મોંઘા પ્રોડ્ક્ટનો પ્રયોગ કરે છે. પણ ત્યારબાદ તેણે આ સમસ્યાથી છુટકાઓ નથી મળતું. આ જ નહી ઘણીવાર એવા કેમિક્લસ યુક્ત પ્રોડ્ટ્ક્સ અમારી નરમ સ્કીનને હાનિ પણ પહોંચાવે છે. તેથી કેટલાક ઘરેલૂ ઉપાયોને અજમાવીને તમે આ ડાર્ક સર્કલને સેફલી ઓછું કરી શકો છો. અહીં અમે તમને કેટલાક એવા જ ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે જેની મદદથી તમે ઘરે જ હોમમેફ આઈપેક તૈયાર કરી શકો છો. જેના રેગ્યુલર પ્રયોગથી અંડર આઈ ડાર્ક સર્કલ થોડા જ દિવસોમાં દૂર થઈ શકે છે. આવો જાણીએ તેને બનાવવાની રીત 
 
આ રીતે કરવુ તૈયાર 
આઈ પેક બનાવવા માટે એક નાની ચમચી બદાલનો તેલ અને 5 ટીંપા સંતરાનો તેલ જોઈએ. હવે એક બાઉલમાં બદામનો તેક અંને સંતરાના તેલને સારી રીતે મિક્સ કરો અને આ હોમમેડ ઑયલથી આંખની આસપાદ મસાજ કરવી. આ વાતની કાળજી રાખવી કે તેલ આંખની અંદર ન જાય. 10 મિનિટ હળવી મસાજ પછી તમે તેને આમ જ છોડી દો. 
 
ક્યારે લગાવવું 
તમે આ મિશ્રણને રાત્રે સૂતા પહેલા લગાવો અને રાતભર તેને છોડી દો. સૂતા સમયે તમારી આંખને સૌથી વધારે આરામ મળે છે તેથી આ કામ સારી રીતે કરે છે. 
 
શા માટે છે આ ફાયદાકારી 
બદામનો તેલ 
હકીકત આંખો માટે બદામનુ તેલના ફાયદાની વાત કરીએ તો તેમાં એંટી ઈંફ્લામેંટરી ગુણ હોય છે. જેન પ્રયોગથી માત્ર આંખના કાળા ઘેરા જ ઓછા નહી હોય પણ પફી આઈની સમસ્યામાં પણ રાહત મળે છે. આ સ્કીન લાઈટનિંગનો કામ પણ કરે છે અને માઈશ્ચરાઈજિંગ પ્રાપર્ટીજ હોવાના કારણે આંખની આસપાસની ત્વચા ડ્રાઈ નહી હોય. 
 
સંતરાના તેલ 
તેમજ આંખો માટે સંતરાના તેલના ફાયદાની વાત કરીએ તો સંતરાનો તેલ વિટામિન સીથી ભરપૂર હોય છે જે ડાર્ક સર્કલને તીવ્રતાથી ઓછું કરી શકે છે. તે સિવાય તેમાં એંટીએજિંગ ગુણ હોય છે જે આંખની આસપાસની કરચલીઓ ઓછુ કરવાનો કામ કરે છે. આ ત્વચા પર ડાર્ક સ્પાટ્સને પણ દૂર કરે છે અને તીવ્ર તડકાના કારણે આંખના નીચે ટેનિંગની સમસ્યાને પણ દૂર કરે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

International Yoga Day 2021:પેટ ઓછું કરવા માટે કરો આ આસન જાણો રીત અને ફાયદા