Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્યુટી ટીપ્સ: તમારા સૌદર્યને નિખારવા માટે અજમાવી જુઓ આટલી ઘરેલુ ટિપ્સ

બ્યુટી ટીપ્સ: તમારા સૌદર્યને નિખારવા માટે અજમાવી જુઓ આટલી ઘરેલુ ટિપ્સ
યુવતી હોય કે સ્ત્રી હોય  કે પુરૂષ દરેકનો  સુંદર દેખાવવુ  ગમે  છે.   પોતાની સુંદરતા જાળવી રાખવા કે  દેખાવડા  બનવા  માટે દરેક સ્ત્રી પુરૂષ મોંઘા મોંઘા ક્રિમનો ઉપયોગ કરે છે, નિયમિત બ્યુટીપાર્લર જાય છે. અમે અહી તમને કેટલીક એવી ઘરેલુ ટિપ્સ બતાવી રહ્યા છે જેને અજમાવવાથી પણ તમારા સૌદર્યમાં નિખાર આવશે. 
1. પાલકનું સૂપ નિયમિત સેવન કરવાથી ચહેરો ચમકદાર બને છે .
2. હેરકલર કરાવ્યા બાદ વાળમાં કંડીશનર અવશ્ય કરવું .આનાથી વાળમાં શાઈનીંગ જળવાઈ રહેશે
3. વાળનો જથ્થો વધુ દેખાય તે માટે વાળને દર ત્રણ મહીને વાળને ટ્રીમ કરાવતા રહેવું .
4. મહિનામાં બે વખત નિયમિત રીતે મેનીક્યોર કરાવવાથી નાખ સુંદર અને સ્વસ્થ રહે છે .
5. દરરોજ રાત્રે હોઠ પર અને નાભિમાં થોડું દેશી ઘી લગાવવાથી હોઠ હંમેશા સુંવાળા રહે છે .
6. આઈબ્રોને સુંદર અને આકર્ષક બનાવવા હળવા સ્ટ્રોકથી શેપ આપી શકો છો .
7. આંખની નીચે કાળા કુંડાળા દૂર કરવા માટે મલાઈમાં ચપટી હળદર અને લીંબુનો રસ ભેળવીને તેનો લેપ બનાવી રોજ રાત્રે કાળા કુંડાળા પર લગાવો, ડાઘા દુર થઇ જશે .
8. કડવા લીમડાંના પાનને પાણીમાં ઉકાળીને માથું ધોવાથી ખોડો દુર થાય છે .
9. વાળ ખરતાં હોય તો તેને મજબુત બનાવાવા માટે દુઘમાં એક ચમચી વિનેગર અને મધ ઉમેરી વાળમાં લગાવી ને પંદર મિનીટ માં ધોઈ નાખો .
10. દાંત પીળા થઇ ગયા હોય તો બદામની બાળેલી છાલનો પંદર નિયમિત દાંત પર ઘસવો .
11. નખની કિનારીઓને ફાઈલ કરતી વખતે ફાઈલરની સોફ્ટ સાઈડ નો ઉપયોગ કરવો, આનાથી નખ સુંદર લાગશે .
12. ચહેરા પરના ખીલ દુર કરવા માટે નિયમિત રીતે દુધમાં ચારોળી ઘસીને ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે .
13. ત્વચા વધારે પડતી શુષ્ક થઇ ગઈ હોય તો કોપરેલ કે તલના તેલમાં થોડી હળદર ભેળવી માલિશ કરવી .
14. હાથી દાંતની ભસ્મ તેલમાં નાખી ગરમ કરી તેને ઠંડુ પાડી ગાળી લેવું . આ તેલ માથામાં નાખવાથી વાળ લાંબા અને ભરાવદાર થાય છે .
15. દૂધ અને દહીં બને પા ચમચી લઈને તેમાં ચારોળી વાટી તેની પેસ્ટ ચહેરા પર 20 મિનીટ રાખીને ચહેરો ધોવાથી ત્વચા ચમકી ઊઠશે .
16. દૂધ અને દીવેલ સરખે ભાગે લઈ દરરોજ ચેહરા પર માલીશ કરવાથી કરચલીઓ દુર થાય છે .
17. નખ પર લીંબુ ની છાલ ઘસવાથી નખ લાંબા અને ચમકદાર રહે છે .
18. હાથમાંથી કેરોસીન ની ગંધ આવતી હોય તો નાગરવેલનું પાન હાથમાં ઘસવાથી તે દુર થાય છે.
19. વાળના મૂળમાં એક ભાગ મધ અને બે ભાગ લીંબુ મિક્ષ કરીને લગાવી ને માલીશ કરી અડધો કલાક રહેવા દો. આ પ્રયોગ થોડો સમય નિયમિત કરવાથી વાળ ની બધી જ સમસ્યા દુર થઈ જશે .
20. એક કપમાં દૂધ અને લીંબુનો રસ મેળવો . રાત્રે સુતા પહેલા ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ ચેહરા પર લગાવી સવારે ધોઈ નાખો . થોડા દિવસ માં ખીલ માટી જશે .21. આંખોમાં ગરમી થતી હોય તો ઠંડા દુધવાળા રૂના પોતા મુકવાથી રાહત થશે .

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાજરીના ચીલા