ગુજરાતમાં મિસ્ડ કોલ દ્રારા નોંધણીમાં ભાજપના સૌથી વધુ ૧.૧૩ કરોડ સભ્યો નોંધાયા હતા અને પરિણામ? આ કહેવાતા સભ્યોએ જ ભાજપનો મતદાનનો કોલ ઉપાડો નથી. જો ભાજપના કહેવાતા નોંધાયેલા ૧.૧૩ કરોડ સભ્યોએ પણ ફરજિયાત મતદાન કયુ હોત તો ભાજપમાં આ પ્રકારનો રાજકીય ભૂકપં ન આવત. ઉત્તર ગુજરાતમાં શૂન્ય, મધ્ય ગુજરાતમાં એક માત્ર પંચમહાલ, સૌરાષ્ટ્ર્રમાં બે અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ જિલ્લા પંચાયત અર્થાત્ કુલ ૩૧માંથી માત્ર છ જિલ્લામાં ભાજપને વિજય પ્રા થયો છે.
ભાજપને નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વકતૃત્વ તથા અમિત શાહના માઈક્રો મેનેજમેન્ટની ખોટ સાલી છે. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે અથાક પરિશ્રમ કરી જોરદાર પ્રચાર અને રોડ શો કર્યા, પરંતુ સંગઠનનું સમર્થન, સહકાર, સાયુય, સમર્પણ પ્રા ન થયું. ભાજપના સંગઠનના નેતાઓએ ઝાઝા રસોઈયા રસોઈ બગાડે એ વાત પુરવાર કરી. ભાજપના તમામ સિનિયર નેતાઓ પોતપોતાના મતક્ષેત્રમાં અને પ્રભાવ ક્ષેત્રમાં સદંતર નાપાસ નીવડા છે. પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ જામનગરમાં, પુષોત્તમ પાલા અમરેલીમાં, ભીખુભાઈ દલસાણિયા ધ્રોળ–જોડિયાથી માંડીને રાજકોટ પંથકમાં, સૌરભભાઈ બોટાદમાં, કે.સી.પટેલ સમગ્ર ઉત્તર ગુજરાતમાં, નીતીનભાઈ પટેલ મહેસાણામાં તો શંકર ચૌધરી પાટણમાંઆ યાદી લંબાઈ શકે છે પરંતુ કહેવાનો ભાવાર્થ એ છે કે, પક્ષના કાર્યકરોને માર્ગદર્શન આપનારા પોતે જ પામર સિદ્ધ થયા છે. વિઠ્ઠલ રાદડિયાથી માંડીને મોહન કુંડારિયા સૌરાષ્ટ્ર્રના નારાજ ખેડૂતોને મનાવવામાં નિષ્ફળ નીવડા હતા. કારણ ભાજપને હાથનાં કયા હૈયે વાગ્યાં છે.
ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન આપવાના કારણે ભાજપની વિશ્વસનીયતા તળિયે પહોંચી ચૂકી છે. ભાજપના પરાજયનાં કારણોમાં કપાસ ઉપરાંત પીવાના અને સિંચાઈનાં પાણી, વીજળીનાં ધાંધિયા, બેરોજગારી, મોંઘવારી તથા પાટીદાર આંદોલન જેવાં પરિબળોની ચર્ચા ન કરો તો પણ સૌથી વધુ જવાબદાર કારણ સંગઠનનાં ધાંધિયાં હતા. સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હતો. ચૂંટણી લડવી કે ન લડવી એ મુદ્દે જ પક્ષમાં ખટરાગ હતો. પ્રદેશ પ્રમુખ ફળદુએ સૌ પ્રથમ ચૂંટણીઓ સમયસર યોજવા અને ત્યારબાદ પાછી ઠેલવા આનંદીબેન સમક્ષ રજૂઆત કરી અને હાઈકોર્ટ–સુપ્રીમ કોર્ટમાં સંતાકુકડી રમી. વિજય વિશ્વાસ સંમેલનો જાહેર કર્યા અને રદ કર્યા. કૃષિ મેળા જાહેર કર્યા અને રદ કર્યા અને છેલ્લે પાટીદારોના મુદ્દે સ્પષ્ટ્ર નીતિનો અભાવ. સરવાળે ભાજપની હાલત બાવાના બેય બગડા જેવી થઈ. પાટીદારોએ છેહ દીધો અને ઓબીસી મતબેંક હાથ ન લાગી. ફળદુની અનિર્ણાયકતા ભાજપને ભારે પડી. ૨૦૧૬ની શઆત સાથે ફળદુની વિદાય નિશ્ચિત છે પરંતુ ૨૦૧૭માં ભાજપ સત્તામાં પુનરાવર્તન પામશે એ મુદ્દે અનિશ્ચિતતાનો માહોલ સર્જાઈ ગયો છે.