Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોંગ્રેસને 7 જિલ્લા અને એક શહેરમાં કોઈ દાવેદાર ના મળ્યો, બીજી બેઠકો પર 600ની ટિકીટ માટે દાવેદારી

congress
, શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (09:05 IST)
ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી માટે 600 દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. કચ્છ જેવા જિલ્લામાં 97 જેટલા ટિકિટ વાંછુકો ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે. જયારે ઘણા એવા જિલ્લાઓ છે જેમાં કોંગ્રેસને મુરતિયો મળવો મુશ્કેલ છે. 182 બેઠકો માટે કોંગ્રેસને 600થી વધુ દાવેદાર મળ્યા છે. કેટલીક જગ્યાએથી એકપણ દાવેદારી પ્રદેશ કાર્યાલય પહોંચી નથી તો કેટલાક જિલ્લાઓમાં સિંગલ ડિજીટમાં દાવેદાર મળ્યા છે.

97 દાવેદાર સાથે સૌથી વધુ દાવેદાર કચ્છ જિલ્લામાંથી જે બાદ મહીસાગરમાંથી 53 લોકોએ ટિકિટ માંગી, અમદાવાદ અને અરવલ્લી જિલ્લામાંથી 47-47 લોકોએ ટિકિટ માંગી, જૂનાગઢ જિલ્લામાંથી 33 લોકોએ દાવેદારી નોંધાવી છે પણ વડોદરા શહેર અને ડાંગ જિલ્લામાંથી હજુ 1 પણ ફોર્મ આવ્યું નથી. રાજકોટ અને જામનગર શહેર, પોરબંદર અને જૂનાગઢ શહેર, નડિયાદ શહેરમાંથી એકપણ દાવેદારી નહીં.  જોકે હજુ જિલ્લા કક્ષાએથી પ્રદેશ કાર્યાલયે બાયોડેટા આવી રહ્યા છે. એક તરફ ભાજપ અત્યારથી માઈક્રો પ્લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે. ગુજરાત AAP પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થયા તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ 'આપના' રસ્તે જઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે.ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગમે તે ઘડીએ કોંગ્રેસ ઘારાસભ્યના મુરતીયાની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. કોંગ્રેસની 58 ઉમેદવારોની યાદી તૈયાર થઈ ચૂકી છે.ઉમેદવારનું લિસ્ટ પણ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવ્યું હતું જેણે મંજૂરી પણ મળી ગઈ છે. મહત્વનું છે કે છેલ્લી 3 ટર્મથી હારતી બેઠકના ઉમેદવાર નક્કી કરી કોંગ્રેસ હારેલી સીટને કબજે કરવાની રણનીતિ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જો કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તો પ્રથમ વાર બનશે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસ આટલી જલ્દી લિસ્ટ જાહેર કરશે. નહીં તો આમ કોંગ્રેસ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ ઉમેદવારોની જાહેરાત કરતું હોય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ નવા દાવથી કાઠું કાઢી શકશે કે નહીં? આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ બિમલ શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. સપ્ટેમ્બર માસના અંતમાં ઉમેદવારોના નામ કરાશે જાહેર કરી તેવામાં આવશે. શહેરી બેઠકોના ઉમેદવારોના નામ વહેલા જાહેર કરાશે. છેલ્લા ત્રણ ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જલ્દી જાહેર કરશે. વધુ વિગત આપતા તેઓએ કહ્યું કે ઉમેદવારોનું લિસ્ટ હાઈકમાન્ડને મોકલાયું હતુ. જાહેર કરવામાં આવનાર 58 બેઠકો માટે કોંગ્રેસને ચૂંટણી લડવા 600થી વધુ ઉમેદવારોના બાયોડેટા મળ્યા હતા. વરસાદને કારણે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને બાયોડેટા મોકલવા સમય લંબાવાયો છે. સીટિંગ  MLAની સીટ પરથી મર્યાદીત બાયોડેટા મળ્યા છે જ્યારે SC અનામત બેઠકો પર અઢળક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ મેડિકલ કોલેજનું બદલાયુ નામ