Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોંગ્રેસ ફરી એક વાર તૂટી શકે છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું

rahul soniya
, શુક્રવાર, 22 જુલાઈ 2022 (16:12 IST)
રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ આવતાંની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મૂના સમર્થનમાં ગુજરાતમાંથી કુલ 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનો ધડાકો થયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષ કોંગ્રેસના સાતેક ધારાસભ્યોએ મુર્મૂના સમર્થનમાં વોટ આપ્યા છે.2022 વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં બચેલા અનેક ધારાસભ્યોએ આદિવાસી ઉમેદવારોના નામ પર પાર્ટી લાઇનથી આગળ વધીને દ્રૌપદીની તરફેણમાં મતદાન કર્યું. આવી સ્થિતિમાં રાજ્યમાં ત્રણ મહિના બાદ ચૂંટણી યોજાવાની છે તેમાં સ્પષ્ટ છે કે કોંગ્રેસ માટે આદિવાસી સમાજની વોટબેંક જકડી રાખવાનું સરળ રહેશે નહીં. 
 
ગુજરાત કોંગ્રેસ ફરી એક વાર તૂટી શકે છે
હાલમાં કોંગ્રેસ માટે ચર્ચાનો વિષય બન્યો છે કે, કયા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું? સુત્રોના જણાવ્યા અનુસાર ક્રોસ વોટિંગથી ગુજરાત કોંગ્રેસ ફરી એક વાર તૂટી શકે છે. ગુજરાતના સાત ધારાસભ્ય હાથ છોડી શકે છે. જેમાં સૂત્રો મુજબ પાલનપુરના MLA મહેશ પટેલ, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા, લલિત વસોયા, કિરીટ પટેલ, સંજય સોલંકી, કાલાવાડના ચિરાગ કાલરિયાએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વનું છે કે લલિત વસોયા, ચિરાગ કાલરિયા ભાજપ તરફી પ્રેમ જાહેર કરી ચુક્યા છે. કિરીટ પટેલ, સંજય સોલંકી પણ ભાજપ તરફી કુણુ વલણ રાખી રહ્યા છે. 
 
કોંગ્રેસના કેન્દ્રિય નેતૃત્વએ પણ આની ગંભીર નોંધ લીધી
આ સમગ્ર મામલે જોર પકડતા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પણ નિવેદન જાહેર કરતા કહ્યું છે કે NDA ઉમેદવારને ગુજરાતમાંથી કેટલા મત મળ્યા તેની માગણી ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. જેની માટે કેન્દ્રિય ચૂંટણી પંચને પત્ર લખી વિગતો માંગવામાં આવશે. વિગત મળ્યા બાદ નક્કી થશે કે ક્રોસ વોટિંગ થયુ કે નહીં? જ્યારે કોંગ્રેસના સુત્રોએ કહ્યું હતું કે, હાલમાં આ મુદ્દો કોંગ્રેસ માટે ચોંકાવનારો છે. તેની તપાસ કરવામાં આવશે. તે ઉપરાંત કેન્દ્રિય નેતૃત્વએ પણ આની ગંભીર નોંધ લીધી છે. બીજી તરફ ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ ખુલાસો કરતાં કહ્યું કે મે ક્રોસ વોટિંગ કર્યું નથી. આ વાત બિલકુલ ખોટી છે. ક્રોસ વોટિંગ જે કોઈએ કર્યું હોય તેની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય.
 
બીટીપી અને એમસીપીનો વોટ દ્રૌપદી મુર્મુને મળ્યો હતો
ગુજરાતમાં વિધાનસભામાં હાલમાં કોંગ્રેસના 63 ધારાસભ્યો છે. અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે. આમ, કોંગ્રેસના સભ્યોની સંખ્યા 64 થાય છે. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે અને એનસીપીના એક ધારાસભ્ય છે. આમ, વિપક્ષના કુલ 66 મત થતા હતા. જોકે, એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ દ્રૌપદી મુર્મુને વોટ આપ્યો હોવાનું પહેલા જ જણાવી દીધું હતું.
 
14 રાજ્યોના 121 ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કર્યાનો દાવો
દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલી દ્રૌપદી મુર્મુના ચહેરાના આધારે ભાજપે વિપક્ષની એકતાને મોટો ઝટકો આપ્યો છે. મુર્મુની તરફેણમાં 14 રાજ્યોના 121 ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે રાજ્યોમાં કોંગ્રેસ સત્તા કે વિપક્ષમાં છે ત્યાં ક્રોસ વોટિંગ વધુ થયું છે. આ સિવાય રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં 17 સાંસદોએ પણ ક્રોસ વોટિંગ કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10 સેકંડમાં સ્પર્શીને નીકળી ગઈ મોત,ગલીમાં રમતા બાળકો પરથી પસાર થયો આખલો